સોમનાથનો ઈતિહાસ: આક્રમક,પ્રતિરોધ અને પુન:નિર્માણ...
- 50,000 બલિદાનની ગાથા: સોમનાથનું સત્ય
- જાન્યુઆરી 1026માં મહમૂદ ગજનવીએ સોમનાથ મંદિર પર કર્યું આક્રમણ મંદિરના રક્ષણ કાજે 50,000થી વધુ શ્રદ્ધાળુઓએ આપ્યું હતું બલિદાન વર્ષ 2026માં ગજનવીના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે
સિટી ન્યૂઝ@વેરાવળ : પીએમ મોદી 11મીએ સોમનાથના ભવ્ય ઈતિહાસને ફરી યાદ કરશે. પણ એ ના ભૂલવું જોઈએ કે 6થી 8 જાન્યુઆરી 1026ના રોજ સુલતાન મહમૂદ ગજનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું. જ્યાં હજારો હિન્દુ ભક્તોએ મંદીરની રક્ષા માટે વિરતા દેખાડી હતી અને કેટલાય દિવસો સુધી ચાલેલા આ યુદ્ધમાં મંદિરને તો ભારે નુક્સાન થયું પણ 50 હજારથી વધારે લોકોએ પોતાના પ્રાણ આ મંદિરને બચાવવામાં ન્યૌછાવર કરી દીધા હતા.
નાજિમ મુહમ્મદે પોતાના પુસ્તક "The Life And Times Of Sultan Mahmud Of Ghazna"માં લખ્યું છે કે આખરે સોમનાથ દેખાવા લાગ્યું હતું. 6 જાન્યુઆરી 1026ના રોજ સુલતાન ગજનવી ત્યાં પહોંચ્યા હતા. જેમની નજર સામે એક મજબૂત કિલ્લો દેખાઈ રહ્યો હતો. 7 જાન્યુઆરીના રોજ ધાર્મિક ઉત્સાહ અને દ્રઢ સંકલ્પોથી પ્રેરિત મંદિરના રક્ષકોએ આ હુમલાનો જવાબ આપ્યો હતો. મુસ્લિમ સેના દ્વારા વારંવાર હુમલાઓ છતાં અંદર રહેલા હિન્દુઓ પોતાની હિંમત હાર્યા નહોતા. તેઓએ વળતો હુમલો કર્યો હતો અને હુમલાખોરેને ભગાડી મૂક્યા હતા.
નાજિમ મુહમ્મદ લખે છે કે સુલતાને સોમનાથના કિલ્લાની ચારે તરફ ઘેરો ઘાલ્યો હતો. બ્રાહ્મણો અને શિવભક્તોની સહાયતાથી કિલ્લાની રક્ષા કરતી સેનાએ કટ્ટરપંથીઓને ખદેડવામાં મોટા ભૂમિકા ભજવી હતી. જોકે, શુક્રવાર 7 જાન્યુઆરીના રોજ મુસલમાન સેનાએ એટલી પ્રચંડ તાકાતથી તીરો વડે હુમલાઓ કર્યા કે તેમને ચોકીઓ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું. બપોરે નમાજના સમયે મુસલમાનોએ કિલ્લાની દિવાલ પર ચડીને અજાન દ્વારા પોતાની જીતની જાહેરાત કરી હતી.
આ સમયે હિન્દુઓ મંદિરમાં પ્રવેશી ચૂક્યા હતા. જેઓ ભગવાનના શિવલિંગ સામે નત મસ્તક થઈને વિજયની પ્રાર્થના કર્યા બાદ ફરી એકવાર જોરદાર હુમલો કર્યો હતો. મુસલમાનો આ ભયંકર હુમલાથી ચોંકી ગયા અને સાંજ પડતાં પડતાં તો હિન્દુઓએ એમને એ સ્થાનેથી પાછળ ખસેડી દીધા જ્યાં એમને કબજો કર્યો હતો.જોકે, 8 જાન્યુઆરીના રોજ યુદ્ધ જબરદસ્ત લડાયું હતું. હુમલાખોરો વધારે સંખ્યા અને હથિયારો સાથે ફરી આવ્યા અને કિલ્લા પર કબજો કરી રક્ષકોને મંદિરના દ્વાર સુધી પાછા ખસેડવા પર મજબૂર કરી દીધા હતા. આ પછી ભયંકર ખૂની સંઘર્ષ થયો હતો. જેમાં હિન્દુ યોદ્ધાઓની ટુકડીઓએ ભગવાન શિવના આર્શીર્વાદ લઈને ભયંકર વળતો હુમલો કર્યો હતો.એક અંદાજ છે કે, સોમનાથની રક્ષા માટે 50 હજારથી વધારે હિન્દુઓએ પોતાના પ્રાણોની આહુતી આપી હતી. પોતાના સાહસ અને કટ્ટરતા છતાં મંદિરના રક્ષકો સુલતાન મહમૂદની સેનાની રણનીતિક ક્ષમતા અને શક્તિનો સામનો કરી શક્યા ન હતા. સુલતાને મંદિરમાં પ્રવેશ કરીને શિવજીની મૂર્તિને ખંડિત કરીને એના અવશેષોને સળગાવી નાખી ભારે અપમાન કર્યું હતું. એ સમયે 2 કરોડ દીનારનો ખજાનો લૂંટીને મંદિરને રાખમાં ફેરવી દીધું હતું.
નાજિમ મુહમ્મદે પોતાના પુસ્તક સુલતાન મહમૂદ ગજનીનું જીવન અને સમયમાં લખ્યું છે કે શનિવારે 8 જાન્યુઆરી 1016ના રોજ મુસલમાનોએ ભયંકર તાકાત લગાવીને હુમલો કર્યો હતો. મંદિરમાં અને કિલ્લા પર ભયંકર રક્તપાત થયો હતો. કહેવાય છે કે આ રક્તપાતમાં 50 હજાર ભક્તોએ પોતાના દેવતાની રક્ષા માટે પ્રાણોની આહુતી આપી દીધી હતી. કેટલાક લોકોએ બચી જઈને હોડીમાં બેસીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ સુલતાનના દરિયાના તટ પર રહેલા પહેરેદારોએ એમનો પીછો કરીને એમને પાણીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સુલતાને મંદિરમાં પ્રવેશ કર્યા બાદ કુહાડીઓથી મૂર્તિને ખંડીત કરવાનો આદેશ આપીને ઉપરના હિસ્સાને વિકૃત કરી દઈને આગ લગાવી દીધી હતી.
સોમનાથનું પતન એક દુ:ખદ પ્રકરણ રહ્યું છે, જે ફક્ત એક પવિત્ર સ્થળના નુકસાનનું જ નહીં પરંતુ આક્રમણકારો સામે પોતાની શ્રદ્ધાનું રક્ષણ કરવા માટે હજારો હિન્દુઓ દ્વારા આપવામાં આવેલા અદમ્ય બલિદાનનું પણ પ્રતીક છે. ૬, ૭ અને ૮ જાન્યુઆરી, ૧૦૨૬ ની ઘટનાઓ ભારતના અશાંત ઇતિહાસમાં એક કાળી સ્મૃતિ તરીકે ઉભરી છે - જે આજે પણ આપણને ભક્તિ અને વિજયની અમૂલ્ય કિંમત પર ચિંતન કરવા માટે મજબૂર કરે છે.
સોમનાથ મંદિરનો 1000 વર્ષ જૂનો ઈતિહાસ છે અને વર્ષ 2026એ સૌથી અગત્યનું એટલા માટે છે. એક તરફ સોમનાથ મંદિર પર થયેલા સૌથી મોટા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ઈસ. 1026માં મહમૂદ ગજનવીએ આ પવિત્ર સ્થળ પર આક્રમણ કર્યું હતું. બીજી તરફ 1951માં આધુનિક સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ એટલે પ્લેટિનિયમ જ્યૂબિલી વર્ષ પણ છે. પીએમ મોદીએ પણ પોતાના લેખમાં આ ક્ષણોને યાદ કરી છે.
ક.મા. મુનશી લખે છે કે મહમૂદ ગજનવી 18 ઓક્ટોબરના રોજ સોમનાથને લૂંટવા માટે નીકળ્યો હતો. જેને 6 જાન્યુઆરીના રોજ સોમનાથ પર હુમલો કર્યો હતો અને 2 દિવસમાં 50 હજાર લોકોનો નરસંહાર કર્યો હતો.
સોમનાથની રક્ષા માટે હજારો બ્રાહ્મણ તૈયાર હતા
જાન્યુઆરી 1026ના શરૂઆતના દિવસો ભારતીય ઈતિહાસની એ દુખદ યાદોના રૂપમાં ઈતિહાસમાં દર્જ કરાયેલી છે. 6 જાન્યુઆરીના રોજ ગજનીના સુલતાન મહમૂદ સોમનાથના તટ પર પહોંચ્યો હતો. જ્યાં પ્રાચિન અને પૂજનીય મંદિર હિન્દુ ભક્તોની દ્રઢતાના પ્રતિક સાથે ઉભું હતું. જ્યાં મંદીરની રક્ષા માટે હજારો બ્રાહ્મણો અને ભક્તો તૈયાર બેઠા હતા. જેઓ યુદ્ધખોરોના કોઈ પણ આક્રમણનો જવાબ આપવા માટે તૈયાર હતા.