Loading Please Wait !!!
ગુજસીટોકનો ખત્તરનાક ફરાર લાલાનો અંત !

  • વોન્ટેડ ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ગાંધીધામથી ઝડપાયો
  • રાજકોટમાં દૂધની ડેરી વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ ઉપર હત્યા
  • આર્મ્સ એક્ટ સહિતના 20 ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ

સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજસીટોક ગુનામાં ફરાર દૂધની ડેરી વિસ્તારમાં રહેતો નામચીન ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ગાંધીધામથી ઝડપાયો હતો. કોર્ટે ગુજસીટોકના જામીન રદ કર્યા બાદ ફરાર હતો. પેરોલ ફર્લો સ્ક્વોડને સફળત મળી હતી અને હત્યા, આર્મ્સ એકટ સહિતના 20 ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ લાલો ફરી જેલના સળીયા પાછળ ધકેલાયો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગુજરાત રાજયના નાસતા ફરતા તથા પેરોલ જમ્પ આરોપીઓ તથા સજાના વોરન્ટના આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીઆઈ કે.કે.ગોહિલની રાહબરીમાં પીએસઆઇ એસ.બી.ધાસુરા અને ટીમ ફરાર આરોપીની શોધખોળમાં હતી .

ત્યારે થોરાળા પોલીસ મથકના ગુજસીટોકના ગુનાના આરોપીના કોર્ટે રેગ્યુલર રદ કરી આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કરેલ હોય જે વોરન્ટના નાસતા ફરતા આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે લાલો ભિખુ ઉર્ફે કરીમ રાઉમા (ઉ.વ.35, રહે. દુધસાગર રોડ રિદ્ધી સિદ્ધી સોસાયટી શેરી નં-04 કવાટર નં-1039) ને ગાંધીધામ ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી થોરાળા પોલીસને સોંપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, નામચીન શખ્સ ઈમ્તીયાઝ ઉર્ફે લાલો વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એકટ, દારૂ સહિતના 20 થી વધું ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ છે.