Loading Please Wait !!!
શનિવારે શની જન્મોત્સવ : શ્રી ચમત્કારીક હનુમાનજી મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે

=> શનીયજ્ઞ, અન્નકૂટ દર્શન, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ, શની ચાલીસા સહીતના ત્રી વિવિધ કાર્યક્રમો યોજાશે 

સિટી ન્યૂઝ@રાજકોટ : કાલાવડ રોડ પર શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા શનિવારે શની જન્મોત્સવ નિમિતે અન્નકૂટ દર્શન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાલાવડ રોડ પર શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે આગમી 16 મેં શનિવારના રોજ શાની જન્મોત્સવના ધામિક ઉત્સવો યોજાશે.જેમાં સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધીમાં શનીયજ્ઞ, સવારે ૧૦ : ૦૦ કલાકે ધ્વજા રોહણ, અન્નકૂટ દર્શન સાંજે ૫ થી ૬ કલાકે, રાત્રે ૯ :૦૦ કલાકે સંજય ભટ્ટ દ્વારા શની ચાલીસા અને હનુમાન ચાલીસા પાઠનું રાત્રે ૯ :૦૦ કલાકે આયોજન કરાયું છે. 

શાની જયંતી મહોત્સવના મુખ્ય દાતા ઘનશ્યામભાઈ જોબનપુત્રા, પ્રશાંતભાઈ જોબનપુત્રા તથા જોબનપુત્ર પરિવાર (આફ્રિકાવાળા)નો મુખ્ય દાતા તરીકે સમાવેશ થાય છે. શનિ જયંતી નિમિતે ધાર્મિક ઉત્સવના દાતા જગદીશભાઈ હરિયાણીનો સમાવેશ થાય છે. શની જન્મોત્સવ ઉજવણીનું પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભગત,એડવોકેટ અને કાર્યકરી પ્રમુખ ગીરીરાજસિંહ રાઠોડ,પૂર્વ કોર્પોરેટર નીરુભા વાઘેલાનો સમાવેશ થાય છે.