સરગમ ક્લબમાં 7 દિવસ માટે સંગીત સંધ્યાનું આયોજન
=> સિનિયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં 18 થી 24 મે સુધી આયોજન
=> રોજ સાંજે 5:30 કલાકે વિવિધ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સુમધુર ગીતોની રમઝટ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી સરગમ ક્લબ દ્વારા સિનિયર સિટીઝનોના મનોરંજન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરગમ ક્લબ સંચાલિત સિનિયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં આગામી 18 મે થી 24 મે 2026 સુધી સળંગ 7 દિવસ માટે રોજ સાંજે 5:30 કલાકે સંગીત સંધ્યાના વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ સંગીત સપ્તાહમાં રોજ અલગ અલગ સંસ્થાઓ અને મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીત પીરસવામાં આવશે. 18 મે સોમવારે 'H.R. એન્ટરટેઇનમેન્ટ્સ', 19 મે મંગળવારે 'એક્ટિવિટી મ્યૂઝિકલ ગ્રુપ', 20 મે બુધવારે 'કેટ મ્યૂઝિકલ ગ્રુપ', 21 મે ગુરુવારે 'મ્યૂઝિક લવર્સ ગ્રુપ', 22 મે શુક્રવારે 'મહેફિલ મોજ મસ્તી', 23 મે શનિવારે 'રમાનાથ મ્યૂઝિકલ' અને 24 મે રવિવારે 'ધ્વનિ મ્યૂઝિકલ ગ્રુપ' દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
સરગમ ક્લબના તમામ ઇવનિંગ પોસ્ટના સભ્યોને આ કાર્યક્રમોમાં સમયસર હાજરી આપવા અપીલ કરાઈ છે. પ્રવેશ માટે સભ્યોએ પોતાનું આઇકાર્ડ સાથે લાવવું ફરજિયાત છે, તેના વગર પ્રવેશ મળશે નહીં. આ 7 દિવસીય સંગીત સંધ્યાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંત ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટના ઇન્ચાર્જ મનસુખ મકવાણા, સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશ સોલંકી, હિરેન રાવલ, ચંદ્રેશ ફીચડિયા, અલ્પેશ ચિત્રોડા, ગોસ્વામિ વિજયગીરી રમાગોરી, અનુજ મિશ્રા, ધનંજય વ્યાસ અને વર્ષા બાલચંદાણી સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.