Loading Please Wait !!!
સાબરમતી-વેરાવળ વંદે ભારત હવે નવા રૂટ પર શરૂ

 

  • સુરેન્દ્રનગર-રાજકોટના બદલે હવે ધોળકા-ધંધુકા-બોટાદ થઈ વેરાવળ જશે

  • બોટાદ રેલવે સ્ટેશને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ આપી લીલી ઝંડી

  • ગાંધીગ્રામ, ધોળા, ઢસા અને જૂનાગઢના મુસાફરોને મળશે સીધો લાભ

સિટી ન્યુઝ @ વેરાવળ

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-વેરાવળ (સોમનાથ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટ આજથી સત્તાવાર રીતે બદલવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેન સાબરમતીથી સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ થઈને વેરાવળ જતી હતી. હવે સુધારેલા નવા રૂટ મુજબ આ પ્રીમિયમ ટ્રેન સાબરમતીથી ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, ચીતલ અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચશે.

આ નવા રૂટના અમલીકરણ સાથે જ બોટાદ અને અમરેલી જિલ્લાના ગ્રામીણ તેમજ અર્ધ-શહેરી વિસ્તારોના નાગરિકોને પહેલીવાર હાઈ-સ્પીડ સેમી-હાઈટેક વંદે ભારત ટ્રેન સેવાનો લાભ મળ્યો છે. નવા રૂટ પર ટ્રેનનું આગમન થતાં તમામ નાના-મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બોટાદ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને ટ્રેનને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

સમયપત્રક અનુસાર, સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 26901) ગુરુવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ સવારે 6:00 વાગ્યે સાબરમતીથી ઉપડીને બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે. જ્યારે વળતી દિશામાં વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 26902) ગુરુવાર સિવાય દરરોજ બપોરે 3:50 વાગ્યે વેરાવળથી ઉપડીને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પરત ફરશે.

ટિકિટના દર અંગે રેલવે દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી વિગતો મુજબ, સાબરમતીથી વેરાવળ વચ્ચે AC ચેર કાર (CC) નું ભાડું ₹1,125 અને એક્ઝિક્યુટિવ ચેર કાર (EC) નું ભાડું ₹2,125 રાખવામાં આવ્યું છે. આ નવા રૂટથી સૌરાષ્ટ્રના યાત્રાધામો તેમજ વ્યાપારી કેન્દ્રો વચ્ચેનું અંતર ઝડપથી અને આરામદાયક રીતે કાપવું શક્ય બનશે.

વંદે ભારત એક્સપ્રેસ નવા રૂટ પર શરૂ

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ આજથી નવા રૂટ ધોળકા, ધંધુકા, બોટાદ, ઢસા અને જૂનાગઢ થઈને શરૂ થઈ છે. આ ટ્રેન સાબરમતીથી સવારે 6:00 વાગ્યે ઉપડી બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે, જ્યારે વેરાવળથી બપોરે 3:50 વાગ્યે રવાના થશે. ટ્રેનમાં ચેર કારનું ભાડું ₹1125 અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું ₹2125 નક્કી કરવામાં આવ્યું છે.

સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન

  • ૧) આરામદાયક બેઠકો: પ્રીમિયમ ક્વોલિટીની રિક્લાઈનિંગ સીટ્સ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રોટેટીંગ ચેરની સુવિધા

  • ૨) ઝડપી મુસાફરી: અઠવાડિયામાં 6 દિવસ ચાલતી આ ટ્રેન સમયની ભારે બચત કરે છે

  • ૩) આધુનિક કોચ: ઓટોમેટિક દરવાજા, સીસીટીવી કેમેરા, જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ અને બાયો-ટોયલેટ્સ

  • ૪) કેટરિંગ: ઓન-બોર્ડ કેટરિંગ દ્વારા ગુણવત્તાયુક્ત નાસ્તો અને ભોજનની સુવિધા.

સ્ટેશન આવવાનો સમય ઉપડવાનો સમય
સાબરમતી - સવારે 6:00 વાગ્યે
ગાંધીગ્રામ 6:16 6:18
ધોળકા 6:50 6:52
ધંધુકા 7:20 7:22
બોટાદ 7:50 7:52
ધોળા 8:20 8:22
ઢસા 8:48 8:50
ચિતલ 9:17 9:19
જૂનાગઢ 11:00 11:02
વેરાવળ 12:50 -

 

સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન

  • ૧) આરામદાયક બેઠકો: પ્રીમિયમ ક્વોલિટીની રિક્લાઈનિંગ સીટ્સ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રોટેટીંગ ચેરની સુવિધા
  • ૨) ઝડપી મુસાફરી: અઠવાડિયામાં 6 દિવસ ચાલતી આ ટ્રેન સમયની ભારે બચત કરે છે
  • ૩) આધુનિક કોચ: ઓટોમેટિક દરવાજા, સીસીટીવી કેમેરા, જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ અને બાયો-ટોયલેટ્સ
  • ૪) કેટરિંગ: ઓન-બોર્ડ કેટરિંગ દ્વારા ગુણવત્તાયુક્ત નાસ્તો અને ભોજનની સુવિધા.

વંદે ભારતનો નવો રૂટ : સાબરમતીથી વેરાવળ (26901)

સ્ટેશન આવવાનો સમય ઉપડવાનો સમય
સાબરમતી - સવારે 6:00 વાગ્યે
ગાંધીગ્રામ 6:16 6:18
ધોળકા 6:50 6:52
ધંધુકા 7:20 7:22
બોટાદ 7:50 7:52
ધોળા 8:20 8:22
ઢસા 8:48 8:50
ચિતલ 9:17 9:19
જૂનાગઢ 11:00 11:02
વેરાવળ 12:50 -

વંદે ભારતનો નવો રૂટ : વેરાવળથી સાબરમતી (26902)

સ્ટેશન આવવાનો સમય ઉપડવાનો સમય
વેરાવળ - બપોરે 3:50
જૂનાગઢ 4:48 4:50
ચિતલ 6:04 6:05
ઢસા 6:28 6:30
ધોળા 6:50 6:52
બોટાદ 7:30 7:32
ધંધુકા 8:10 8:12
ધોળકા 9:00 9:02
ગાંધીગ્રામ 9:50 9:52
સાબરમતી 10:25 -