જસદણના ટ્રાવેલ્સ ધંધાર્થીને ગેરકાયદે પિસ્તલ સાથે પકડી પાડતી રેન્જ ટીમ
કાર સહિત 4.60 લાખનો મુદ્દામાલ કબ્જે : ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ
સિટી ન્યૂઝ@રાજકોટ
રેન્જ આઈજીની ટીમે જસદણ પાસેથી ટ્રાવેલ્સના ધંધાર્થીને પિસ્તલ સાથે દબોચી ૪.૬૦ લાખનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. આ હથિયાર ક્યાંથી લાવ્યો સહિતના મુદ્દે આરોપીની સઘન પુછતાછ આદરી હતી. દરોડાની વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી બિલ્ડિંગ રાયના માર્ગદર્શન હેઠળ પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં ટીમ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ નિકુલભાઈને એક બ્લેક કલરની ફોન્સ કારમાં જસદણ રહેતો ઉદયરાજ પોતાના કબજામાં ગેરકાયદેસર હથિયાર રાખી ફરે છે હાલ તે જસદણ ગઢડીયા ચોકડીથી ગઢડીયા રોડ પોતાના ઘર તરફ જવા નીકળતો હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસની ટીમ જસદણ ગઢડીયા ચોકડી ખાતે વોચમાં હતી ત્યારે પસાર થયેલ ફોન્સ કાર નં. GJ 14 BG 2302 ગઢપુર ચોકડી તરફથી આવતા તેને અટકાવી વાહનમાં બેસેલ શખ્સનું નામ પુછતા પોતે પોતાનું નામ ઉદયરાજ દીલીપ ધાધલ ઉ.૨૨ (ધંધો-ટ્રાવેલ્સનો, રહે, મણીનગર, ગઢડીયા રોડ, જસદણ) હોવાનું જણાવેલ હતું પોલીસની ટીમે તેની અંગ-ઝડતી કરતા તે શખ્સના પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટની પીસ્ટલ મળી આવેલ હતી. જેથી પોલીસે પીસ્ટલ, મોબાઈલ અને કાર મળી કુલ ૩.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તે શખ્સની ધરપકડ કરી હથિયાર રાખવાનું કારણ અને હથિયાર ક્યાંથી મેળવ્યું તે અંગે સઘન પૂછતાછ આદરી હતી.