Loading Please Wait !!!
રાજકોટમાં સુર મહિમા ગ્રુપ દ્વારા સુરો કી સાધના કરાઓકે મ્યુઝિકલ નાઈટ


સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરની સંગીત પ્રેમી જનતા માટે આગામી ૩૦ મે ૨૦૨૬ ના રોજ એક શાનદાર મ્યુઝિકલ કરાઓકે નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. સુર મહિમા ગ્રુપ દ્વારા આયોજિત સુરો કી સાધના કરાઓકે પ્રોગ્રામમાં ગીતોના સાથવારે એક યાદગાર સાંજ માણવા મળશે, તેમજ આ પ્રોગ્રામમાં જુના-નવા હીટ ગીતો નામાંકિત એવા સુર મહિમા ગ્રુપના ઓનર-ફાઉન્ડર એવા વિશાલભાઈ સોની તથા સહયોજક પ્રકાશભાઈ સોલે તથા હેતલબેન ઠાકર તથા અન્ય ગાયકો સંગીત પ્રેમીઓ સમક્ષ પોતાની પ્રતિભા રજૂ કરશે આ કાર્યક્રમમાં તમામ સંગીત પ્રેમી માટે પ્રવેશ નિઃશુલ્ક છે તેઓ રાજકોટની જનતાને આ સુંદર મજાના મ્યુઝિકલ પ્રોગ્રામમાં સંગીતનો લ્હાવો લેવા માટે સુર મહિમા ગ્રુપ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તારીખ ૩૦ મે શનિવારે હેમુ ગઢવી મીની હોલ રાજકોટ ખાતે યોજાશે તેમજ આ કાર્યક્રમના મુખ્ય આયોજક વિશાલભાઈ સોની (ઓનર-ફાઉન્ડર સુર-મહિમા), સહ આયોજક પ્રકાશભાઈ સોની, સહ આયોજક હેતલબેન ઠાકર છે. વધુ વિગત માટે ૯૦૯૯૧ ૦૩૦૦૦, ૯૮૯૮૭ ૮૪૬૫૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.