Loading Please Wait !!!
સાંઢીયા પૂલ નમી ગયો જોરદાર ‘અફવા’ ફેલાણી

=> સોશિયલ મીડિયામાં રોકેટ ગતિએ વાયરલ થયા ખોટા ન્યૂઝ

=> મહાપાલિકા તંત્રએ ખુલાસો કરવો પડ્યો

=> સોશિયલ મીડિયા પર સાંઢીયા પૂલનો એક વીડિયો વાયરલ થતા લોકોમાં ભય અને ભ્રમની સ્થિતિ

=> મહાપાલિકા તંત્રએ વીડિયોને મામલે તપાસ કરતા સ્પષ્ટ કર્યું કે પૂલ એકદમ સુરક્ષિત છે અને અફવા છે

=> અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા : લોકાર્પણ પૂર્વે જ સોશયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતાં ગુણવત્તા સામે લોકોમાં ઉઠેલા સવાલો

સિટી ન્યૂઝ@રાજકોટ

જામનગર રોડ પર જર્જરીત થયેલ ઐતિહાસિક સાંઢીયા પુલનું તાજેતરમાં જ નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને લોકાર્પણની રાહ જોવામાં આવી રહી છે. ત્યારે સાંઢીયા પુલની કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે. પૂલ નમી ગયો હોવાના સમાચાર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા મનપાના અધિકારીઓમાં દોડધામ મચી છે. લોકો પણ જોવા માટે દોડી આવતા ભીડ એકત્ર થઈ હતી.

આગામી ટૂંક સમયમાં જ આ ઐતિહાસિક પુલની લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એક બાજુ પુલ બેસી ગયો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે લોકોમાં સવાલો ઉભા થયા છે અને ભ્રષ્ટાચારની બુ આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકાર્પણ પૂર્વે જ સમાચાર વહેતા થતા લોકો પણ મુંઝવણમાં મૂકાયા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જામનગર રોડ ઉલ્લેખનીય પર ૪૬ વર્ષ જુના સાંઢિયા પુલની જર્જરિત હાલત હોવાથી રૂ.૭૪.૩૨ કરોડનાં ખર્ચે તેના નવીનીકરણ સાથે ફોરલેન બ્રિજ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી ૭ માર્ચ ૨૦૨૪ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ પછી મેં ૨૦૨૪થી લોકોની અવરજવર માટે આ પુલને બંધ કરી ડાયવર્ઝન જાહેર કરી બાદમાં પુલને તોડી ફોરલેન બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે બે વર્ષના અંતે સાંઢિયો પુલ ફોરલેન ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ચુક્યો છે જેના થકી રોજ બરોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર રહેતા અને રાજકોટથી જામનગર તેમજ દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.

૪૬ વર્ષ પહેલા અહીંયા ટુ-લેન પુલ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે સાંઢિયાપુલ તરીકે ઓળખાતો હતો સમય જતા તેની હાલત જર્જરિત બનતા પહેલા ભારે વાહનો માં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને બાદમાં મનપા દ્વારા તેના નવીનીકરણ માટે નિર્ણય કરી આ પુલને ડિસ્મેન્ટલ કરી નવો ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવવા નિર્ણય કર્યો હતો. આજે નવા બનીને તૈયાર થયેલા આ બ્રીજની પહોળાઈ ૧૬.૪૦ મીટર અને લંબાઈ ૬૦૨ મીટર કરવામાં આવી છે. અને નવા બનેલા બ્રિજમા સ્પાનની સંખ્યા ૨૦ અને એક સેન્ટ્રલ સ્પાન મળી કુલ ૨૧ સ્પાન બનાવવામાં આવ્યા છે. આ પૈકી સેન્ટ્રલ સ્પાનની લંબાઈ ૩૬ મીટર રાખવામાં આવી છે.