Loading Please Wait !!!
રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસો.નો 11માં વર્ષમાં પ્રવેશ

=> રાજકોટ અને જામનગરના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રો સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં જોડાયા : અમે બ્રોકર નથી, પણ `પ્રોપર્ટી કન્સલ્ટન્ટ' છીએ: સેક્રેટરી કેતન મહેતા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન (RPCA) દ્વારા 1 મે 2026 ના રોજ એસોસિએશનના 11 માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે 1 ભવ્ય 'સ્નેહ મિલન' અને સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ અને જામનગરના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં એસોસિએશનના સેક્રેટરી કેતન મહેતાએ ઉપસ્થિત દરેક મેમ્બર્સનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈને અને એસોસિએશનની પ્રતિજ્ઞા લેવડાવીને 1 પરિવાર ભાવના દર્શાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપપ્રમુખ પ્રકાશભાઈ શાહે દરેક મેમ્બર્સને એસોસિએશનની 2016 થી 2026 સુધીની સફળ યાત્રા તથા નવી કમિટી વિશે માહિતગાર કર્યા હતા. નવી કમિટીમાં વર્ષ 2026-27 માટે પ્રમુખ વિજયભાઈ જાની, ઉપપ્રમુખ પ્રકાશભાઈ શાહ, સેક્રેટરી કેતન મહેતા, ટ્રેઝરર નીરજ ખંભાતી અને જોઈન્ટ સેક્રેટરી માધવ માલવિયાની વરણી કરાઈ હતી. કમિટી મેમ્બર્સ તરીકે અર્પિત શાહ, જસ્મીન શેઠ, મુંજાલ ચૌહાણ, શૈલેષ શાહ, અતુલ સુરાણી અને ચેતન વિઠલાણીની નિમણૂક કરાઈ હતી.

એસોસિએશનના 11 માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે હાજર તમામ સભ્યોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સિનિયર મેમ્બર્સ તથા કમિટી મેમ્બર્સે 1સાથે મળીને દરેક મેમ્બર્સને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. નવનિયુક્ત પ્રમુખ વિજય જાનીએ ભવિષ્યના પ્લાનિંગ અને એસોસિએશનને આગળ લાવવા માટેના સૂચનો રજૂ કર્યા હતા અને સૌનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના અંતમાં સેક્રેટરી કેતન મહેતાએ જણાવ્યું કે, રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના મેમ્બર્સ એ માત્ર 'બ્રોકર' નથી, પરંતુ 'પ્રોપર્ટી કન્સલ્ટન્ટ' છે. તમામ સભ્યો અપડેટ થઈને 1બીજાની સાથે આગળ વધશે અને ગ્રાહકો વચ્ચે ટ્રસ્ટ બિલ્ડ કરશે. આવનારા સમયમાં એસોસિએશન નવી ઊંચાઈઓ સર કરશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.