રાજકોટમાં મહિલાએ દુકાનમાંથી રૂા.4 લાખની ચાંદી ચોરી લીધી
રાજકોટમાં બપોરે વેપારી દરવાજો ખુલ્લો રાખી જમવા જતા કચરો વીણવાના બહાને આવેલી મહિલાએ કર્યો હાથફેરો: આરોપીની ધરપકડ
સિટી ન્યૂઝ @ રાજકોટ
શહેરના સંતકબીર રોડ વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. કનકનગર મેઇન રોડ પર રહેતા અને ઘરની સાથે જ 'એસ.એસ. સિલ્વર આર્ટ' નામની દુકાન ચલાવતા વેપારી જમવા ગયા હતા તે દરમિયાન, કચરો વીણવાના બહાને આવેલી એક અજાણી મહિલા ખુલ્લી ડેલીમાંથી પ્રવેશીને દુકાનમાંથ ૪ લાખની કિંમતનું ચાંદીનું ફિંડલું ચોરી ગઈ હતી ક્રાઈમ બ્રાન્ચે મહિલા ચોરની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.
બનાવની વિગત મુજબ, રાજેશ વલલભભાઈ પીઠવા નામના વેપારીએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેનો મોટો ભાઈ હરેશ પીઠવા સંતકબીર રોડ પર કનકનગરમાં સંયુક્ત કુટુંબમાં રહે છે અને મકાનના આગળના ભાગે ચાંદીકામનો વ્યવસાય કરે છે. ૧૫ ઓગસ્ટના બપોરે પોણા બે વાગ્યાની આસપાસ બંને ભાઈઓ દુકાનનું શટર બંધ કરીને પાછળ ઘરમાં જમવા ગયા હતા. સાડા ત્રણેક વાગ્યે તેઓએ દુકાન ખોલી હતી. ત્યારબાદ ચાર વાગ્યે દુકાનના કારીગર જયદીપ અને જતીન આવ્યા હતા. જયદીપે કામ માટે ચાંદીની પટ્ટી લેવા જતા જોયું કે પાંચ ફિંડલામાંથી એક ફિંડલું ગાયબ હતું. તપાસ કરતા કોઈને ખ્યાલ ન આવતા અંતે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.વેપારીઓએ સીસીટીવી કેમેરા ચેક કરતા જોવા મળ્યું છે કે, બપોરે ૧:૪૫ થી ૩:૩૦ ની વચ્ચે સાડી પહેરેલી એક અજાણી મહિલા પર આવી કચરો ભરવાનો થેલો ભરાવીને ખુલ્લી ડેલી મારફતે અંદર આવી હતી, તેઓ અંદરના ખુલ્લા દરવાજાથી દુકાનમાં પ્રવેશીને ચાંદીનું ફિંડલું ચોરીને થેલામાં નાખી દીધું હતું. ચોરાયેલા આ ૫.૬ કિલોના ફિંડલામાં ૩૨ ટચનું આશરે ૧ કિલો ૮૦૦ ગ્રામ શુધ્ધ ચાંદી થઈ, જેની અંદાજિત કિંમત ૪ લાખ રૂપિયા થાય છે. આ મામલે રાજેશ પીઠવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી મહિલા આરોપીને પકડવા માટે ચકો ગતિમાન કર્યા છે દરમિયાન કાઇંગ ભાષ્યની ટીમે ઉપરોક્ત ચોરીને અંજામ આપનાર ચીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટીએ રહેતા લીલાબેન ધનુભાઈ વાઘેલાની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો આ મહિલા અગાઉ ચોરીના પાંચ ગુનામાં પકડાઈ ચુકી છે અને પાસા તંગે જેલયાત્રા પણ કરી ચુકી છે.