Loading Please Wait !!!
રાજકોટમાં સહેલી લેડીઝ ક્લબ દ્વારા સમૂહ ભાગવત સપ્તાહ

  • પરિવારજનોને પોથીના યજમાન બનવા આયોજકોનો સંપર્ક કરવા અપીલ
  • વક્તા ડો. અનિલ મહેતા દરરોજ કથાનું સુંદર રસપાન કરાવશે
  • આનંદનગર મેઈન રોડ પર 25 થી 31 મે સુધી કથાનું આયોજન

સિટી ન્યૂઝ@રાજકોટ : પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે રાજકોટની નામાંકિત સહેલી લેડીઝ ક્લબ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આનંદ નગર મેઇન રોડ પર આવેલા પૂજ્ય રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે આગામી 25 મે 2026, સોમવારથી આ વૃંદાવન ધામ શ્રીમદ ભાગવત કથાનો મંગલ પ્રારંભ થશે, જે 31 મે 2026, રવિવારના રોજ સંપન્ન થશે.

આ કથામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ભાગવતાચાર્ય શાસ્ત્રી ડો. અનિલ મહેતા વક્તા તરીકે વ્યાસપીઠ પર બિરાજમાન થશે. તેઓ દરરોજ બપોરે 3:30 થી 7:30 વાગ્યા સુધી ઉપસ્થિત ભાવિકોને ભાગવત કથાનું સુંદર રસપાન કરાવશે. આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આ જ્ઞાનગંગામાં ડૂબકી લગાવવા અને કથા શ્રવણનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ ભવ્ય ભાગવત સપ્તાહને સફળ બનાવવા માટે સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ જીતા દતાણી અને બ્રહ્મ સમાજ અગ્રણી જયશ્રી જોશી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કથામાં જો કોઈ પરિવાર પોથીના યજમાન પદે બેસવા માંગતું હોય તો તેઓ આયોજકોનો સંપર્ક કરી શકે છે. સમગ્ર આયોજનની માહિતી પૂરી પાડવા અને વ્યવસ્થા સંભાળવા માટે અલકા સૂચક, રૂપાલી પોપટ, ભાવના વિરાણી અને કુંદન રાવલ પણ સક્રિયપણે જોડાયા છે.