Loading Please Wait !!!
ખુલ્લી કુંડી, લોકોએ ચેતવણી મૂકી તંત્રની આંખે પટ્ટી!



-> જોખમ રસ્તા વચ્ચે, જવાબદાર ગાયબ મનપાની શરમજનક બેદરકારી

-> વોર્ડ નં. 17માં આનંદનગર મેઈન રોડ પર બે દિવસનો મોતનો ખાડો

-> મોટા અકસ્માતની રાહ જોવે છે અધિકારીઓ?

-> આ અકસ્માત નહીં, તંત્રની લાપરવાહીથી થનારી દૂર્ઘટના!

-> જવાબદારી શૂન્ય; તંત્રની આળસથી લોકોના જીવ જોખમમાં

સિટી ન્યૂઝ@રાજકોટ

આનંદ નગર મેન રોડ પર બે દિવસથી આ કુંડી ખુલ્લી છે છતાં બે દિવસ બાદ પણ તંત્રને ધ્યાનમાં નથી. તંત્ર હજું ઘોર નિંદ્રામાં છે આનંદ નગર મેઈન રોડ પર શુભમ સ્કૂલ આવેલી છે. જેમાં આશરે 3000 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો અને વાલીઓનો પસાર થવાનો આ મુખ્ય માર્ગ છે. સાથે જ આનંદ નગર મેઇન રોડ હોવાથી આ રોડ પર દિવસ અને રાતના સમયે લોકોની અવર-જવર રહે છે. તંત્રની આળસને કારણે જો કોઈ અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ ? કે પછી શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે ? નવા કોર્પોરેટરોને પણ પોતાની જવાબદારી ક્યારે સમજાશે ?