Loading Please Wait !!!
કાગવડ બાયપાસ, કુવાડવા એપ્રોચ, વાજડી સહિત 13 રસ્તા અને 52 આંગણવાડી-બનાવાની મંજૂરી

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં 39.63 કરોડના કામો મંજૂર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે કારોબારી ચેરમેન નરશી સોજિત્રાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ૧૩ રસ્તાઓના કામો મંજૂર કરાયા છે. જેમાં જેતપુર તાલુકામાં કાગવડ બાયપાસ રોડ ૧.૬ કિલોમીટર, પદ્દધરી તાલુકામાં ધોળિયા-ખંભાળ્યા-ઘોડથી પંખાણા-વાજડી રોડ ૭૦૦ મીટર, રાજકોટ તાલુકામાં નેશનલ હાઈવેથી કુવાડવા એપ્રોચ રોડ ૧.૬૫ કિલોમીટર, જેતપુર તાલુકામાં નવાગઢ-સરધારપુર-પાંચપીપળા રોડ ૧.૧૬૫ કિલોમીટર, કેસરાણી-પ્રેમગઢ-મેવાસા રોડ ૧.૨૫ કિલોમીટર તથા થોરાળા એપ્રોચ રોડ ૩૧૫ મીટર સુધી નવો બનશે. આ ઉપરાંત જામકંડોરણા તાલુકામાં ખાટલી એપ્રોચ રોડ, નગરનાફાડી છુટડીયા પાદરીયા રોડ, કાનાવડામાથી દડવી રોડ, સાજીદ્યાનીથી ધોળીધાર ચેક, ગુંદાસરીથી વરડીયા રોડ (૩૦૨ મીટર) અને પદ્દધરીના વિસાભણ ગામમાં વિસાભણ-જીવાપર રોડ (૪૮૦ મીટર) પર સી.સી. રોડ અને સુવિધાપથ નિર્માણના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

જોકે આ બેઠકમાં સભ્યોની પાંખી હાજરી જોવા મળી હતી, આજે કારોબારી બેઠકમાં રૂ. ૩૦.૧૬ કરોડના ટેન્ડર અને રૂ. ૯.૪૭ કરોડના વહીવટી કામો મળીને કુલ રૂ. ૩૯.૬૩ કરોડના ૪૩ કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં બાંધકામ શાખા હેઠળ રૂ. ૨૮.૦૧ કરોડના ખર્ચે ૨૭ કામો થશે. આમાં કુલ ૧૩ રસ્તાઓ ઉપરાંત જિલ્લાના વિવિધ ગામોમાં ૫૨ નવી આંગણવાડી બિલ્ડીંગ અને ૨૫ ગ્રામ પંચાયત બિલ્ડીંગ (મોટા મહિકા, બિલીયાણા, ભુરાવા, વેજાગામ, સાજીદીયાણી, ત્રાગડી, કટોલીયા, વાલાધરી, મેસરપ, બેટાવડ, ભંડારીયા, વેકડી, અડવંતી, બાંડાધોર, જામવાડી, ધશાળા, નાગાડકા, માંડણકુંકલા, શોમળા, અનીડા, ખુડશીયા, વાવડીવીડો, કાથરોટા, પીપળીયા અને નાગલપર) ના નિર્માણનો સમાવેશ થાય છે. ગોંડલ તાલુકા પંચાયત માટે ફર્નિચર તથા રાજકોટ તાલુકામાં મેટલ અને આસ્ફાલ્ટ પેપર વર્કના કામો પણ મંજૂર કરાયા છે.

આ ઉપરાંત સિંચાઈ શાખા હેઠળ કુલ રૂ. ૧૧.૫૫ કરોડના ૧૪ કામો મંજૂર કરાયા છે, જેમાં રૂ. ૨.૧૪ કરોડના ૫ ટેન્ડર અને રૂ. ૯.૪૦ કરોડના ૬ વહીવટી કામો છે. તેમાં જામકંડોરણા તાલુકાના જામગદાદર માઈનોર, ઉપેટાના પાનેલી માઈનોર, સોડવદર માઈનોર તથા રંગપર રોડ પર સાજીદ્યાણી ખાતે રિપેરિંગ અને કેનાલ રીનોવેશન કામો હાથ ધરાશે. આ સાથે વિંછીયાના જંડા, સેફ સ્ટેજ ટુ કલવર્ટ, સરતાનપુર ખાતે બોક્સ કલવર્ટ ફ્લાય ઓવર, ધોરાજીના ગણેશ વિલેજ, કોટડાસાંગાણીના ચાંપાબેડા ખાતે પરકોલેશન ટેન્ક અને જસદણના કડુકા ખાતે સેઈફ સ્ટેજ ટ્યુના કામો પણ થશે. મહેકમ શાખા માટે રૂ. ૩.૫૦ લાખના ૩ કમ્પ્યુટર અને વહીવટ શાખા માટે પણ રૂ. ૩ લાખના ૨ કમ્પ્યુટર તથા પ્રિન્ટર ખરીદવાની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. જોકે કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ તેનો સાચો ખર્ચ સામે આવશે.