રાજકોટમાં નફા માટે ઝેર લોકોના જીવની કોઇ કમત નથી !
=> જાગો જનતા : `સુંદર' ખોરાક પાછળ છૂપાયેલુ ઝેર ઓળખો!
આ ચુકાદાઓ એક ગંભીર સવાલ ઊભો કરે છે. શું આ હોટલવાળાઓ માટે માત્ર નફો જ સર્વોપરી છે? લોકોના જીવની કોઈ કિંમત નથી? કલ્પના કરો, જો આ ઝેરી કલરવાળો ખોરાક ખાઈને કોઈ માસૂમ બાળક કે વૃદ્ધના જીવને કંઈ થઈ ગયું હોત તો તેનો જવાબદાર કોણ? શું આ માત્ર ભેળસેળ છે કે પછી ધીમા ઝેર દ્વારા થતી હત્યાનો પ્રયાસ?
જાણો, પ્રતિબંધિત કલરથી શું નુકસાન થાય છે?
=> આ માત્ર રંગ નથી, કેમિકલનું ધીમું ઝેર છે. ખોરાકમાં વપરાતા આવા નોન-પર્મીટેડ, ઓઇલ સોલ્યુબલ ઇન્ડસ્ટ્રિયલ કલર લાંબા ગાળે શરીરને ભયંકર નુકસાન પહોંચાડે છે.
=> કેન્સરનું જોખમ: આવા કેમિકલ કલર્સમાં રહેલા તત્વો કાર્સિનોજેનિક (કેન્સર પ્રેરક) હોય છે, જે આંતરડા, જઠર કે લીવરના કેન્સરનું કારણ બની શકે છે.
=> કિડની અને લીવર ફેઈલ: સતત આવા ઝેરી તત્વો શરીરમાં જવાથી કિડની અને લીવરની કાર્યક્ષમતા ઘટે છે અને તે ફેઈલ થઈ શકે છે.
=> પાચનતંત્રની બીમારીઓ: એસિડિટી, અલ્સર, આંતરડામાં સોજો અને પાચનની ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
=> બાળકોના વિકાસ પર અસર: બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે અને એલર્જી તથા હાઈપરએક્ટિવિટીની સમસ્યાઓ વધારે છે.
તંત્રએ હવે આવા જીવલેણ વેપાર કરતા તત્વો સામે માત્ર દંડથી ન અટકતા, તેમના લાયસન્સ કાયમ માટે રદ કરવા જોઈએ અને હોટલોને સીલ કરવી જોઈએ. જનતાએ પણ જાગૃત થઈને આવા ઝેરી રંગોવાળા 'આકર્ષક' પરંતુ 'ઘાતક' ખોરાકનો બહિષ્કાર કરવો જ રહ્યો.