Loading Please Wait !!!
સિવિલ હોસ્પિટલમાં શોષણની હદ્દ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ધમકીઓ

=> કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર ત્રાસ વધ્યો-એચઆરનું વોટ્સએપ પર ખૂલ્લી અલ્ટીમેટમ

=> એજન્સીની દાદાગીરી: યુનિફોર્મ કે આઈકાર્ડ નહીં તો પગાર નહીં

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતા કર્મચારીઓનું એજન્સી દ્વારા ભારોભાર શોષણ કરવામાં આવી રહ્યું છે આ શોષણ સામે તાજેતરમાં જ ઓચિંતી હડતાલ પાડવામા આવી હતી એ મામલો શાંત પડ્યા બાદ હવે યુનિફોર્મ અને આઈ કાર્ડ નહીં હોય તો પગાર કાપી લેશું તેવી ચીમકી આપવામાં આવતા કર્મચારીઓમાં ફરી રોષ ભભૂકી ઉઠ્યો છે.

આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.મોનાલી માકડીયા દ્વારા સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરવામાં આવી હતી તેઓએ વોર્ડમાં કેટલાક પ્રશ્નોને લઈને સ્ટાફને સૂચનો કર્યા હતા. જેમાં તેઓએ એજન્સીના એચઆર મેનેજરને સૂચન કર્યું હતું કે, દરેક કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી યુનિફોર્મ પહેરીને અને આઈ કાર્ડ સાથે રાખીને જ ફરજ ઉપર સેવામાં રહે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઉટ સોર્સથી કામ કરતા એમ. જે. સોલંકી એજન્સીના કર્મચારીઓએ અનેક વખત પગાર અનિયમિત મળતો હોવાની ફરિયાદ રજુઆત કરી છે આ ઉપરાંત પીએફ જમા થતું નથી તેવી રજુઆત પણ વારંવાર કરવામાં આવતી હોય છે

એક કર્મચારીએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, વોટ્સઅપ ગ્રુપમાં એચ. આર. ભાવનાબેને મેસેજ મુક્યો હતો. કે તમામ આઉટ સોર્સિંગ કર્મચારીઓને ખાસ સૂચના કે, એચઆર મેનેજર અને હોસ્પિટલ અધિકારીનો રાઉન્ડ રહેશે. તમામ શિફ્ટમાં તેઓ ફરજ બજાવતા કર્મચારીની સમયસર હાજરી જે તે જગ્યા એ હોય તે મુજબ જોશે. આથી દરેક કર્મચારીએ ફજિયાત કાલથી તેમનું આઈ કાર્ડ અને એપ્રોન પહેરવાનું રહેશે જેમણે નહીં પહેરેલ હોય તો તે દિવસનો તેમનો પગાર કાપી શકશે. આ સૂચનાનું કડક રીતે પાલન થવું જ જોઈએ. એક તો કર્મચારીઓને પગાર અનિયમિત મળે છે. પીએફ જમા થતું નથી. ત્યારે જો પગાર કાપી લેવામાં આવે તો કર્મચારીની હાલત કફોડી થઈ જાય તેમ છે.