સિવિલમાં 52 એજન્સી મેદાનમાં હોસ્પિટલમાં સેવા હજુ અધૂરી
=> માં દવાનું ટેન્ડર ખૂલ્યું ? : લેબોરેટરીની જરૂરિયાત માટે એજન્સીઓને કામ અપાયું
=> હજુ અન્ય વિભાગોના ટેન્ડરો ધીમે-ધીમે ખૂલશે
સિટી ન્યૂઝ@રાજકોટ
સિવિલ હોસ્પિટલમાં દવાનું ટેન્ડર આંશિક રીતે ખુલ્યું છે. પ્રથમ તબક્કામાં લેબોરેટરીની જરૂરિયાત માટેનું ટેન્ડર ખુલ્યું છે. જેમાં કેટલીક એજન્સીઓને કામ અપાયું હતું. હજુ અન્ય વિભાગોની જરૂરિયાત માટેના ટેન્ડરો તબક્કા વાર ખુલશે. ઉલ્લેખનીય છે કે, આશરે 2 કરોડની દવા સહિતની વસ્તુઓ માટે ટેન્ડર બહાર પડ્યું હતું. જેમાં કુલ 52 એજન્સીઓ દ્વારા એપ્લાય કર્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બારોબાર થી થતી દવા ખરીદી અંગે વિવાદ જગ્યા હતો. રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં આરોગ્ય કમિશનર ની હાજરીમાં જ આ વિવાદે મોટું રૂપ લીધું હતું અને તપાસ સમિતિ પણ રચાય હતી. આશરે 20 કરોડની દવાની ખરીદીમાં આ તપાસ બેસાડવામાં આવી હતી. જે પછી સિવિલ હોસ્પિટલ ને જરૂર પડતી અને બહારથી મંગાવી પડતી દવાઓ અને અન્ય વસ્તુઓ માટે ખાસ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
આ ટેન્ડર ની અંદાજિત કિંમત બે કરોડ રૂપિયા હતી. જેમાં દવાઓ, જરૂરી ઇન્જેક્શન, લેબોરેટરી કીટ, અન્ય ઉપયોગમાં લેવાતી કીટ, સહિતની હોસ્પિટલમાં જરૂર પડતી વસ્તુઓ માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 52 પાર્ટીઓ દ્વારા રસ દાખવી અરજીઓ કરાઈ હતી. ઘણા સમયથી આ ટેન્ડરો પેન્ડિંગ પડ્યા હતા. એમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી જતા આચારસંહિતાના કારણે ટેન્ડરો ખૂલ્યા નહોતા. હવે ચૂંટણી પૂર્ણ થઈ જતા અને પરિણામ પણ આવી જતા તબક્કાવાર ટેન્ડર ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ છે. હાલ લેબોરેટરીમાં જરૂર પડતી કીટો અને અન્ય સામગ્રી માટેના ટેન્ડર ખુલ્યા છે. 7થી 8 પાર્ટીઓને કામ મળ્યું છે. આગામી સમયમાં તબક્કાવાર જુદા જુદા વિભાગો માટે જે જે ટેન્ડરો આવ્યા છે તે ખોલવામાં આવશે. તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાનો હંગામો
ધોળા દિવસે સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દારૂડિયાએ કર્યા નાટક
=> મહિલાઓ અને દર્દીઓ સામે ગાળો બોલતા સર્જાયો હોબાળો
=> ઉંદરના ત્રાસ બાદ હવે દારૂડિયાના નાટકથી હોસ્પિટલ ફરી વિવાદમાં
=> સિક્યુરિટીએ પોલીસને બોલાવવાના બદલે ભાઈચારો નિભાવ્યાનો આક્ષેપ
=> ઓપીડી વિભાગમાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ
=> અવારનવાર વિવાદોમાં આવતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી ચર્ચામાં