Loading Please Wait !!!
રાજકોટમાં ભંગારના ડેલા ધરાવતો નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડ્બો

  • 2021માં જૂનાગઢમાં આર્મ્સ એક્ટ હેઠળ પકડાયો હતો; રાજકોટ સહિત 5 શહેરોમાં 15 ગુના નોંધાયેલા

સિટી ન્યૂઝ @ રાજકોટ

રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટમાં ભંગારના ડેલા ધરાવતા કુખ્યાત શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સ અગાઉ ૧૫ જેટલા ગુનાઓમાં પકડાઈ ચકયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એસ ચાવડા, પીએસઆઈ એસ એમ રાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે અમુલ સર્કલ નજીકથી ક્રાઈમ બ્રાંચે અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચઢી ગયેલા રાજકોટના દુધસાગર રોડ પર રહેતા જુબેર બસીરભાઈ સમાને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો પોલીસે જણાવ્યું હતું કે, જુબેર તાંબો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે તેના વિરુદ્ધ રાજકોટ, ગોંડલ, વાંકાનેર, જૂનાગઢ અને મોરબીમાં હત્યાની કોશિષ, મારામારી, પ્રોહિબિશન, ચોરી સહિતના ૧૫ ગુના નોંધાયેલા છે ૨૦૨૧માં તેના વિરુદ્ધ જૂનાગઢના બી. ડિવીઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. દુધસાગર રોડ ઉપર ભંગારના ડેલા ધરાવે છે. હવે ક્રાઈમ બ્રાંચે તેને પિસ્તોલ આપનારને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.