Loading Please Wait !!!
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા પાણીની ગુણવત્તા ચકાસાયી!

  • પીવાના પાણીના તમામ નમૂનાઓ ધોરણો મુજબ પાસ!
  • રેલવે તંત્ર દ્વારા મુસાફરોના સ્વાસ્થ્યની વિશેષ તકેદારી!
  • સંતોષકારક પરિણામો સાથે રેલવેની શુદ્ધ પાણીની પહેલ!
  • મુસાફરો માટે શુદ્ધ પાણીની ખાતરી આપતું તંત્ર!

સિટી ન્યુઝ @ રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને ગત 21 થી 28 ઑક્ટોબર દરમિયાન પીવાના પાણીના કુલ 249 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી.

ડિવિઝનના તબીબી વિભાગ દ્વારા રેસિડ્યુઅલ ક્લોરિનના 199 અને જીવાણુ સંબંધિત ગુણવત્તાના 50 નમૂનાઓ ચકાસવામાં આવ્યા હતા, જેના તમામ પરિણામો નિર્ધારિત ધોરણો મુજબ 100 ટકા સંતોષકારક રહ્યા છે.

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, રેલવે સ્ટેશનો અને પરિસરોમાં મુસાફરોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી મળી રહે તે માટે આ પ્રકારની નિયમિત તપાસ હાથ ધરવામાં આવે છે.

આ પરીક્ષણોનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીની ગુણવત્તામાં જો કોઈ ખામી હોય તો તેને સમયસર ઓળખીને દૂર કરવાનો અને રેલવે પરિસરોમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો જાળવી રાખવાનો છે.

ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોને ગુણવત્તાસભર સુવિધાઓ પૂરી પાડવા માટે રાજકોટ ડિવિઝન દ્વારા ભવિષ્યમાં પણ આ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવશે.

રેલવે મુસાફરોની આરોગ્ય સુરક્ષા અને પાણીની ગુણવત્તાનું મહત્વ

રેલવે સ્ટેશનો પર લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે, ત્યારે તેમને શુદ્ધ અને પીવાલાયક પાણી મળી રહેવું એ પ્રશાસનની સૌથી મોટી જવાબદારી છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા કરવામાં આવેલી આ પાણીની ગુણવત્તાની ચકાસણી દર્શાવે છે કે તંત્ર મુસાફરોના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલું ગંભીર અને સજાગ છે. ક્લોરિન અને બેક્ટેરિયલોજિકલ ટેસ્ટિંગ દ્વારા પાણીની શુદ્ધતા ચકાસવાથી જળાશયો કે સ્ટેશનના નળમાંથી મળતું પાણી રોગચાળાથી મુક્ત રહે છે. આ પ્રકારની પારદર્શક અને નિયમિત ડ્રાઇવ માત્ર મુસાફરોનો વિશ્વાસ જ નથી વધારતી, પરંતુ જાહેર આરોગ્યની સુરક્ષામાં પણ સીમાચિહ્નરૂપ યોગદાન આપે છે.