Loading Please Wait !!!
ગાંધીનગરમાં કમલમથી કોબા સર્કલ સુધી ૧.૯ કિમીનો એલિવેટેડ બ્રિજ બની શકે!

  •  માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨ થી ૩ વિકલ્પો તૈયાર કરીને રજૂ કરાયા છે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ આ પ્રોજેક્ટની મંજૂરી પેન્ડિંગ રખાઈ છે.

  • રોડની નીચે પાણી, ગેસ અને વીજળીની યુટિલિટી લાઈનોનું મોટું નેટવર્ક છે.

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગર, ગાંધીનગરમાં કમલમથી કોબા સર્કલ સુધી આશરે ૧.૯૦ કિમી લાંબો એલિવેટેડ બ્રિજ રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ બ્રિજને મેટ્રો લાઇન ઉપર થઈને નર્મદા કેનાલ તરફ જોડાણ આપવામાં આવશે, જેનાથી દરરોજ ૧.૯૩ લાખથી વધુ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. આ પ્રોજેક્ટ માટે માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા ૨ થી ૩ વિકલ્પ તૈયાર કરીને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે.

છેલ્લા એક દાયકામાં ગિફ્ટ સિટી, રાંદેસણ, રાયસણ અને કોબા સુધીના વિસ્તારોમાં ઝડપી વિકાસ થયો છે અને આગામી સમયમાં ટ્રાફિક વધવાની પૂરી શક્યતા છે. જો કે, કોબા તરફના મુખ્ય માર્ગની નીચે પાણી, ગટર, ગેસ અને વીજળી જેવી યુટિલિટી લાઈનોનું મોટું નેટવર્ક અંડરગ્રાઉન્ડ હોવાના કારણે તેને નુકસાન પહોંચાડ્યા વગર અંડરગ્રાઉન્ડ રોડ બનાવવો અશક્ય છે.

આ જ કારણસર અંડરપાસને બદલે ઓવરબ્રિજ અથવા એલિવેટેડ કોરિડોરનો વિકલ્પ આગળ લાવવામાં આવ્યો છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા યોગ્ય વિકલ્પ પસંદ થયા બાદ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.

શહેરી વિકાસ અને માળખાકીય સુવિધાઓ

વધતા જતા શહેરીકરણ અને વાહનોના ભારણને પહોંચી વળવા માટે આધુનિક એલિવેટેડ બ્રિજ અને ફ્લાઈઓવર જેવા પ્રોજેક્ટ્સ ટ્રાફિક નિયંત્રણમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે.