Loading Please Wait !!!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠામાં ભવ્ય વિકાસકાર્યો!

  • ભીલડીમાં ભારત બોવાઈન બ્રીડિંગ સેન્ટરનું ભવ્ય ઉદઘાટન!
  • ચૌદ હજાર કરોડથી વધુના પ્રકાશોનું લોકાર્પણ-શિલાન્યાસ!
  • અમદાવાદ મેટ્રો ફેઝ ટુ એ અને બીનો શિલાન્યાસ!

સિટી ન્યુઝ @ બનાસકાંઠા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે, જ્યાં તેમણે બનાસકાંઠાના ભીલડી ખાતે રૂ. 14,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે.

આ પ્રવાસ દરમિયાન તેમણે 127 એકરમાં પથરાયેલા 'ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBBRC) નું લોકાર્પણ કર્યું હતું, જે ગૌવંશ સંવર્ધન અને કાંકરેજ ગાયની ઓલાદ સુધારણા માટે દેશની પ્રથમ સુવિધા છે.

વડાપ્રધાને થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-સીએનજી પ્લાન્ટનો શિલાન્યાસ કરવા ઉપરાંત અમદાવાદ મેટ્રો ફેઝ-2એ અને 2બી ની પણ ભેટ આપી છે.

ભીલડી ખાતે સભા સ્થળે પહોંચીને પીએમ મોદીએ પરંપરાગત પાઘડી અને કોટી પહેરીને ખેડૂતો તેમજ મહિલાઓ સાથે ઉત્સાહપૂર્વક સંવાદ સાધ્યો હતો અને વાછરાડાઓને દૂધ પણ પીવડાવ્યું હતું.

આ પ્રવાસના બીજા દિવસે, 31મી ઓક્ટોબરે તેઓ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વિશેષરૂપે સામેલ થશે.

બનાસકાંઠામાં વિકાસના નવા સીમાચિહ્નો અને પશુપાલનને પ્રોત્સાહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ગુજરાત પ્રવાસ ખાસ કરીને પશુપાલન, કૃષિ અને સખી મંડળની મહિલાઓ માટે એક ઐતિહાસિક સોગાત લઈને આવ્યો છે. બનાસકાંઠાના ભીલડી ખાતે સ્થપાયેલું ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દેશના ડેરી ઉદ્યોગ અને પશુઓની ઓલાદ સુધારણામાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. આધુનિક ટેકનોલોજી આધારિત IVF લેબ અને બાયો-સીએનજી પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ્સ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા સાથે સ્વચ્છ ઉર્જાને વેગ આપશે. રાજકીય અને વિકાસની દૃષ્ટિએ આ પ્રોજેક્ટ્સ ગુજરાતની આગેકૂચને વધુ મજબૂત પાયો પૂરો પાડે છે.