Loading Please Wait !!!
ગુજરાતમાં વીજ સંકટ વચ્ચે સચિવાલયમાં એસી-લાઈટોનો બેફામ વપરાશ!

  • જનતાને કરકસરની શીખ, અધિકારીઓની ખાલી ચેમ્બરમાં એસી ચાલુ!
  • વીજબચતના નિયમો ફક્ત સામાન્ય પ્રજા માટે જ લાગુ?
  • પેટ્રોલ બચાવવા જેવા ફોટો સેશનનું વીજ સંકટમાં પુનરાવર્તન!

સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતમાં હાલ વીજ સંકટની ગંભીર પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે રાજ્ય સરકારે સામાન્ય જનતા, ખેડૂતો અને ઉદ્યોગોને વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની કડક સલાહ આપી છે.

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પ્રજાને નિયમો પાળવાની શીખ આપનાર ખુદ સચિવાલય અને સરકારી કચેરીઓમાં એસી, પંખા તથા લાઈટોનો બેફામ અને ધૂમ વપરાશ થઈ રહ્યો છે.

અગાઉ પણ સરકારે ખાલી રૂમમાં એસી-પંખા બંધ રાખવાના સત્તાવાર પરિપત્રો આપ્યા હતા, પરંતુ આ આદેશો માત્ર કાગળ પર દફન થઈ ગયા હોય તેમ અધિકારીઓની ગેરહાજરીમાં ખાલી ચેમ્બરોમાં વીજળી સતત વપરાઈ રહી છે.

અગાઉ પેટ્રોલ-ડિઝલ બચાવવાના દેખાડાની જેમ આ વીજસંકટમાં પણ મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા માત્ર ફોટો સેશન પૂરતો દેખાડો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

જો સામાન્ય નાગરિક કે ખેડૂત નિયમ તોડે તો વીજ તંત્ર તરત જ જોડાણ કાપવા દોડી જાય છે, પરંતુ સરકારી ઑફિસોમાં નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન પર મૌન રહેવાથી પ્રજામાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે.

વીજ સંકટ અને સરકારી કચેરીઓમાં બેજવાબદાર વીજ વપરાશની બેવડી નીતિ

ગુજરાતમાં પ્રવર્તી રહેલા વીજ સંકટ વચ્ચે સરકાર દ્વારા જનતાને કરકસર કરવાના આદેશો અપાઈ રહ્યા છે, પરંતુ ખુદ સરકારી કચેરીઓ અને સચિવાલયમાં નિયમોની ધજાગી ઉડતી જોવા મળે છે. પ્રજા પર કડકાઈ અને અધિકારીઓની ખાલી ચેમ્બરોમાં બેફામ વીજ વપરાશ એ તંત્રની બેવડી નીતિ દર્શાવે છે. અગાઉના ઇંધણ બચાવ અભિયાનની જેમ આ આંદોલન માત્ર દેખાડો બની રહેતા સામાન્ય નાગરિકોમાં શાસકો સામે ભારે રોષ વ્યાપ્યો છે. નિયમો સૌના માટે સમાન હોવા જોઈએ, અને સરકારી તંત્રએ પહેલા પોતાના આચરણમાં સુધારો કરીને જનતા સામે દાખલો બેસાડવો અનિવાર્ય છે.