Loading Please Wait !!!
IDBI બેંકના ખાનગીકરણને લઈને રાજકીય વિવાદ વકર્યો!

  • રાહુલ ગાંધીએ બેંક કર્મચારીઓના સમર્થનમાં પત્ર લખ્યો!
  • કેનેડાની ફેયરફેક્સ કંપનીને ૫૩ હજાર કરોડમાં વેચાણ મંજૂર!
  • નફાકારક સરકારી બેંક વેચવાના નિર્ણય સામે ઉઠ્યા સવાલો!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

IDBI બેંકના ખાનગીકરણને લઈને દેશના રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો છે, જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંક કર્મચારીઓના સમર્થનમાં કેન્દ્ર સરકારના નિર્ણય સામે તીવ્રા વિરોધ નોંધાવ્યો છે.

રાહુલ ગાંધીએ બેંક કર્મચારીઓને લખેલા એક ખુલ્લા પત્રમાં જણાવ્યું છે કે જે બેંકે ગત વર્ષે 9 હજાર કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે, તેને કેનેડાની Fairfax Financial Holdings કંપનીને વેચવાનો નિર્ણય અનુચિત છે.

કેન્દ્ર સરકારે ગત 14 ઓક્ટોબરે IDBI બેંકનો 60.72 ટકા હિસ્સો આશરે 53 હજાર કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી દીધી છે, જેના કારણે સરકાર અને એલઆઈસીનો સંયુક્ત હિસ્સો ઘટીને માત્ર 34 ટકા રહી જશે.

રાહુલ ગાંધીએ આશંકા વ્યક્ત કરી છે કે ખાનગીકરણ થવાથી બેંકમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) માટેની અનામત વ્યવસ્થા પણ સમાપ્ત થઈ જશે.

બેંક કર્મચારીઓના પ્રતિનિધિમંડળની રજૂઆતોને સમર્થન આપતા તેમણે સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને કર્મચારીઓના અધિકારોનું રક્ષણ કરવા ભારપૂર્વક અપીલ કરી છે.

IDBI બેંકનું ખાનગીકરણ અને દેશના બેન્કિંગ સેક્ટર પર તેની અસરો

સરકારી માલિકીની IDBI બેંકને ખાનગી હાથોમાં સોંપવાના નિર્ણયથી દેશભરમાં નાણાકીય અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ જ્યાં સરકાર આર્થિક સુધારા અને વિનિવેશ દ્વારા તિજોરી મજબૂત કરવાના દાવા કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષ અને કર્મચારીઓ દ્વારા જાહેર ક્ષેત્રની સંપત્તિઓના વેચાણ સામે ગંભીર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. કોઈપણ બેંક જ્યારે નફાકારક સ્થિતિમાં હોય ત્યારે તેનું ખાનગીકરણ કરવું કર્મચારીઓની સુરક્ષા, નોકરીની શરતો અને સામાજિક ન્યાયના અનામત માળખા પર સીધી અસર કરે છે. આ સોદો આગામી સમયમાં બેન્કિંગ ઉદ્યોગ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.