Loading Please Wait !!!
પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ!

સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો!
ચારસો કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ!
એકતાનગર ખાતે રેઈન ફોરેસ્ટની મુલાકાત લીધી!

સિટી ન્યુઝ @ કેવડિયા (નર્મદા) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને તેમણે આજ શનિવારે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાને વિશેષ ઉપસ્થિતિ રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટર દ્વારા ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને પીએમ મોદીએ 400 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને એકતાનગર ખાતે નવનિર્મિત ‘રેન ફોરેસ્ટ’ અને ‘વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

સાંજના સત્રમાં તેઓ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે અને ત્યારબાદ રાત્રે એકતાનગરથી વડોદરા એરપોર્ટ થઈને દિલ્હી જવા રવાના થશે.

રાષ્ટ્રીય એકતા અને કેવડિયાનો વિકાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિકસિત થયેલું કેવડિયાનું 'એકતાનગર' આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસન અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયું છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાતી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ દર્શાવે છે કે આ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. રેઈન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકા જેવા પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સ પ્રકૃતિ અને વિકાસના સુંદર સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.