Loading Please Wait !!!
અમેરિકામાં હવાઈ ક્ષેત્ર બાદ બેંકોની કામગીરી ઠપ!

  • જેપી મોર્ગન બેંકની સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ!
  • અસંખ્ય ગ્રાહકોના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને પૈસા અટવાયા!
  • ષાસા કરોડ ગ્રાહકો ધરાવતી બેંકમાં ભારે દોડધામ!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

અમેરિકામાં તાજેતરના હવાઈ ક્ષેત્રના સંકટ બાદ હવે બેન્કિંગ સેક્ટરમાં પણ ભારે અફડા તફડી જોવા મળી છે, જ્યાં દેશની સૌથી મોટી બેંકોમાંની એક એવી જે.પી. મોર્ગન ચેઝ સહિતની અગ્રણી બેંકોની કામગીરીમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

સોમવારે સર્જાયેલી આ ટેકનિકલ સમસ્યાના કારણે હજારો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા અને લોકોને ઓનલાઈન અકાઉન્ટ ઓપન કરવામાં, ખાતાનું બેલેન્સ જોવામાં, પેમેન્ટ મોકલવામાં તેમજ કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ ટેકનિકલ ખામીની વ્યાપક અસર માત્ર જે.પી. મોર્ગન ચેઝ પર જ નહીં પરંતુ બેંક ઑફ અમેરિકા, યુએસ બેંક, વેલ્સ ફાર્ગો, કેપિટલ વન અને ટ્રુઇસ્ટ જેવી અન્ય મોટી અમેરિકી બેંકો પર પણ જોવા મળી હતી.

અમેરિકામાં એકલા જે.પી. મોર્ગન ચેઝ બેંકના જ ૮.૬ કરોડથી વધુ ગ્રાહકો નોંધાયેલા છે, જેના કારણે કરોડો લોકો પ્રભાવિત થયા હતા, જોકે બેંક દ્વારા ઝડપથી પગલાં લઈને સેવાઓ ફરીથી રાબેતા મુજબ કાર્યરત કરી દેવામાં આવી છે.

બેંકના પ્રવક્તા જો ઇવેન્જેલિસ્ટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમસ્યા બેંકની કમ્પ્યુટર સર્વર સિસ્ટમમાં સોફ્ટવેર બગ અથવા પ્રોગ્રામિંગ ભૂલના કારણે ઊભી થઈ હતી, જેને ત્વરિત સુધારી લેવામાં આવી છે.

ડિજિટલ બેન્કિંગ અને ટેકનોલોજી પર નિર્ભરતા

આધુનિક યુગમાં સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા અને નાણાકીય વ્યવહારો સંપૂર્ણપણે ડિજિટલ સર્વર્સ અને ટેકનોલોજી પર નિર્ભર છે. જ્યારે આવી સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય છે, ત્યારે લાખો-કરોડો નાગરિકોનું દૈનિક જીવન અને નાણાકીય વ્યવહાર ક્ષણભરમાં અટકી જતો હોય છે.