Loading Please Wait !!!
PDU મેડિકલ કોલેજમાં યુફોરિયા-2026 રમતોત્સવ

» રેસકોર્સ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે 1000 થી વધુ તબીબી વિદ્યાર્થીઓએ ભાગ લીધો

» ભાવિ તબીબો જેટલા જ્ઞાનમાં તેજ હોય તેટલા તન-મનથી સ્વસ્થ હોવા જરૂરી: જગદીશ ચંદારાણા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (PDU) મેડિકલ કોલેજનો વાર્ષિક રમત-ગમત તથા સાંસ્કૃતિક મહોત્સવ યુફોરિયા-૨૦૨૬ ગત રવિવારે ૧૦ મેના રોજ રાજકોટના રેસકોર્સ ખાતેના એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ઉત્સાહભેર ઉજવાઈ ગયો. આ મહોત્સવનું પ્રાયોજન એજિલસ ડાયગ્નોસ્ટિક્સ (અગાઉ એસ.આર.એલ. ડાયગ્નોસ્ટિક્સ) તરફથી તેના રાજકોટ ખાતેના બ્રાન્ડ પાર્ટનર વેદાંત ડાયગ્નોસ્ટિક સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવસભર ચાલેલા આ આયોજનમાં કોલેજના આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા તબીબી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ વિવિધ રમતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉમંગભેર ભાગ લીધો હતો. શહેરમાં આ વર્ષે યોજાયેલા સૌથી મોટા વિદ્યાર્થી રમતમેળાઓમાં યુફોરિયા ની ગણના થઈ રહી છે. વર્ગખંડ અને હોસ્પિટલની બહારની દુનિયામાં ભાવિ તબીબોએ રમતભાવના, ટીમવર્ક અને ઉત્સાહનો અદ્ભૂત નજારો રજૂ કર્યો હતો.

આ પ્રસંગે વેદાંત ડાયગ્નોસ્ટિક સેન્ટરના સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર અને એજિલસ ડાયગ્નોસ્ટિક્સના રાજકોટ ખાતેના બ્રાન્ડ પાર્ટનર જગદીશ ચંદારાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા સ્પર્ધક વિદ્યાર્થીઓને રૂબરૂ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આયોજક સમિતિને આ ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. યુફોરિયા-૨૦૨૬ સાથે જોડાઈને એજિલસ ડાયગ્નોસ્ટિક્સ તથા વેદાંત ડાયગ્નોસ્ટિક સેન્ટરે સમાજના આરોગ્ય, યુવાનોના સશક્તિકરણ તેમજ સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતા ફરી ૧ વખત દર્શાવી છે.

રમતગમત શિસ્ત, ધીરજ અને ટીમવર્ક શીખવે છે

આ કાર્યક્રમ દરમિયાન મેડિકલના વિદ્યાર્થીઓને સંબોધતા જગદીશ ચંદારાણાએ જણાવ્યું હતું કે, “આપત્તીકાલના તબીબો જેટલા જ્ઞાનમાં તેજ હોય, એટલા જ તન અને મનથી પણ સ્વસ્થ હોવા જરૂરી છે. યુફોરિયા જેવા આયોજનો સાથે જોડાવું તે સમાજ માટે વધુ સ્વસ્થ અને સર્વાંગી તબીબો તૈયાર કરવાની દિશામાં અમારું નાનું પણ સાચા દિલનું યોગદાન છે. રમતગમત જે શિસ્ત, ટીમવર્ક અને ધીરજ શીખવે છે, તે જ ગુણો તબીબી વ્યવસાયમાં દરરોજ કામ આવે છે.”