Loading Please Wait !!!
નિધિ સ્કૂલ દ્વારા સેવા પ્રકલ્પ રૂપે નિઃશુલ્ક ‘છાશ વિતરણ’ કેન્દ્રની મુલાકાતે ભા.જ.પા આગેવાનો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં વોર્ડ નંબર - ૧ માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ગોવર્ધન ગૌશાળા ના સહયોગથી સેવા પ્રકલ્પ રૂપે નિઃશુલ્ક માં છાશ વિતરણ કેન્દ્રનો તા.૧૪/૦૫/'૨૬ (ગુરુવાર) થી સવારે ૧૧ થી ૧ દરમિયાન "નિધિ સ્કૂલ" ભારતીય નગર - ૨, ૮૦ ફુટ રોડ, ગાંધીગ્રામ ખાતે શરૂ કરવામાં આવેલ છે, આ છાશ વિતરણ માં દરરોજ ૫૦૦ લિટર છાશનું વિતરણ કરવામાં આવે છે, પરિવાર દીઠ દરેકને એક લીટર છાશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવે છે, આ છાશ કેન્દ્રની મુલાકાતે આજ રોજ રાજકોટ શહેર ભા.જ.પના અગ્રણી અફઝલભાઈ નિમંજ, રાજનભાઈ સિંધવ ઉપસ્થિત રહી છાશ વિતરણ કરેલ, આયોજનને સફળ બનાવવા યશપાલસિંહ ચુડાસમા, હર્ષદ રાઠોડ, નિરવ વ્યાસ, પ્રશાંત સિંધવ, વિશાલ ચાવડા, તેમજ તેઓનું મિત્ર મંડળ આ સેવા કાર્ય કરી રહેલ છે,

આ નિઃશુલ્ક માં છાશ વિતરણનો હેતુ ગરમીના સમયમાં રાહદારીઓ તેમજ શ્રમિક વર્ગના લોકોને ટાઢક મળે એના માટે આ આયોજન કરવામાં આવેલ છે, આ નિઃશુલ્ક છાશ કેન્દ્રનો લાભ લેવા નિધિ સ્કૂલ ખાતે સવારે ૧૦ થી ૧ દરમિયાન લાભાર્થીઓને ઉપસ્થિત રહેવા આયોજન કમીટી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.