Loading Please Wait !!!
નિધિ સ્કૂલ દ્વારા નિશુલ્ક છાશ વિતરણ કેન્દ્રની મુલાકાતે નવ નિયુક્ત કોર્પોરેટરો

સિટી ન્યૂઝ@રાજકોટ

કાળઝાળ ગરમીમાં રાહત આપવા રાજકોટના વોર્ડ નંબર 1 માં આવેલી નિધિ સ્કૂલ દ્વારા ગોવર્ધન ગૌશાળાના સહયોગથી નિશુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગત 14 મે 2026 થી 80 ફૂટ રોડ પર ગાંધીગ્રામ સ્થિત ભારતીય નગર-2 ખાતે આ સેવાકીય પ્રકલ્પ શરૂ કરાયો છે. આ કેન્દ્ર પર આર્થિક રીતે નબળા અને ગરીબ પરિવારોને તેમજ શ્રમિક વર્ગને રાહત આપવા માટે પરિવાર દીઠ 1 લીટર છાશ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવે છે.

આ છાશ કેન્દ્રની મુલાકાતે રાજકોટ શહેર ભાજપના મહામંત્રી લલીતભાઈ વાડોલીયા અને વોર્ડ નંબર 1 ના નવનિયુક્ત કોર્પોરેટરો જયરાજસિંહ જાડેજા, પરેશભાઈ ઠાકર, અંજનાબેન મોરજરીયા તથા સેજલબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હાથે છાશનું વિતરણ કર્યું હતું. તેમની સાથે વોર્ડના અન્ય આગેવાનો નાગજીભાઈ વરૂ, રાણાભાઇ ગોજિયા અને પાયલ સંચાણીયા પણ જોડાયા હતા. આ આયોજનને સફળ બનાવવા યશપાલસિંહ ચુડાસમા, હર્ષદ રાઠોડ, નિરવ વ્યાસ, પ્રશાંત સિંધવ, અવી મકવાણા, વિશાલ ચાવડા અને તુષાર રાવલ સહિતનું મિત્ર મંડળ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. આયોજક કમિટી દ્વારા જરૂરિયાતમંદ લોકોને દરરોજ સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન આ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.