Loading Please Wait !!!
ખાખીનો કાળો ચહેરો; હેડ કોન્સ્ટેબલ નિકળ્યો હવસખોર

=> વર્ધીમાં વાસના  કાયદાનો રક્ષક જ બન્યો ગૂનેગાર

=> જમાદારે નગ્ન ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી દોઢ વર્ષ સુધી ત્રાસ આપ્યો

=> કોન્સ્ટેબલ ઈમરાન રાઉમાએ પરિણીતાને હવસનો શિકાર બનાવી તેની પુત્રી સાથે કર્યા અડપલાં

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેરમાં પોલીસ બેડાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેર પોલીસની ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઈમરાન રાઉમાએ એક પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવી, તેની પાંચ વર્ષની માસૂમ દીકરી સાથે પણ અશ્લીલ અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લીધો છે. ભોગ બનનાર પરિણીતાના જણાવ્યા અનુસાર, આ સિલસિલો દોઢ વર્ષ પહેલાં શરૂ થયો હતો. જ્યારે તે પોતાના માવતરે ગઈ હતી, ત્યારે દરજીની દુકાન પાસે આરોપી ઈમરાન સાથે તેનો પરિચય થયો હતો.

એક રાત્રે જ્યારે પરિણીતા ઘરે પરત ફરી રહી હતી, ત્યારે આરોપીએ પાછળથી આવી મોઢું દબાવી તેને માર માર્યો હતો અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી મોબાઈલમાં નગ્ન ફોટા પાડી લીધા હતા. આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તે સતત બ્લેકમેલ કરતો હતો. ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ આરોપીએ પરિણીતાની પાંચ વર્ષની દીકરીને રમકડાં આપવાના બહાને તેની સાથે પણ શારીરિક અડપલાં કર્યા હતા, જેના કારણે બાળકી અત્યંત ડરી ગઈ છે.આરોપી પરિણીતાને સાસણના રિસોર્ટમાં લઈ જઈ ત્યાં પણ માર મારી કુદરત વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. એટલું જ નહીં, તેને બળજબરીથી પોતાનું થૂંક પીવડાવતો હોવાનો પણ આરોપ છે.ઈમરાન પરિણીતા પર સતત ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હતો અને તેને તાવીજ પહેરાવવાની કોશિશ પણ કરી હતી. 

યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસીપી આર. એસ. બારીયાના જણાવ્યા અનુસાર આરોપી હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે. પીઆઇ સી. એન. દવે અને તેમની ટીમ આ હચમચાવી દે તેવી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

પોલીસ વર્ધી પહેરીને પણ ગંદી હરકતો કરી

પીડિતાએ જણાવ્યું કે ઈમરાન એટલો બેફામ હતો કે તેણે પોલીસની વર્ધી પહેરેલી હાલતમાં પણ તેની સાથે ગંદી હરકતો કરી હતી. તે અવારનવાર છરી બતાવી જાનથી મારી નાખવાની અને દીકરીને આફ્રિકા વેચી દેવાની ધમકીઓ આપતો હતો. અંતે પતિએ હિંમત આપતા પરિણીતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો