Loading Please Wait !!!
ગુજરાતમાં 3 IPSને દેશના 100 બેસ્ટ પોલીસ ચીફમાં સ્થાન

  • ફેમ ઈન્ડિયા અને ઈન્ડિયા પોસ્ટ દ્વારા સર્વે કરાયો
  • વડોદરા-અમદાવાદના DCP અને ખેડાના SPની પસંદગી

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતના ત્રણ IPS અધિકારીઓની દેશના ૧૦૦ બેસ્ટ પોલીસ ચીફમાં સ્થાન મળ્યું છે. ફેમ ઈન્ડિયા અને ઈન્ડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં વડોદરાના DCP જગદીશ ચાવડા, અમદાવાદના DCP હર્ષદકુમાર પટેલ અને ખેડા જિલ્લાના SP વિજય પટેલની બેસ્ટ પોલીસ ચીફ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સર્વેમાં પોલીસ અધિકારીઓની કામગીરીના વિવિધ માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ક્રાઈમ કંટ્રોલ, કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી, નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓ, પોલીસની કાર્યક્ષમતા અને જનસંપર્ક જેવા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. વડોદરા શહેરના DCP જગદીશ ચાવડાને પાત્ર દેશના બેસ્ટ પોલીસ અધિકારીઓમાં સ્થાન મળ્યું છે. તેઓ છેલ્લા એક વર્ષથી વડોદરામાં ફરજ બજાવી રહ્યા છે. અમદાવાદના DCP હર્ષદકુમાર પટેલ અને ખેડા જિલ્લાના SP વિજય પટેલની કામગીરીને પણ સર્વેમાં નોંધપાત્ર ગણવામાં આવી છે.