Loading Please Wait !!!
રાજકોટમાં આધુનિક સુવિધાઓ સાથે I.C.U.T.E. પ્રિસ્કૂલનો શુભારંભ

=> રૈયા રોડ પર અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં અપાશે પાયાનું શિક્ષણ

સિટી ન્યૂઝ@રાજકોટ

આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિના સમન્વય સમાન I.C.U.T.E. પ્રિસ્કૂલ એન્ડ ડે કેર સેન્ટરનો રાજકોટમાં શુભારંભ થઈ રહ્યો છે. શહેરના રૈયા રોડ અન્ડરબ્રિજ પાસે, સુભાષનગર મેઈન રોડ પર સુંદર મજાના અને આધુનિક સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગમાં આ નવું શિક્ષણ સંકુલ શરૂ થઈ રહ્યું છે.

શિક્ષણ ક્ષેત્રે 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા હિના આડેસરા દ્વારા સંચાલિત આ પ્રિસ્કૂલની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં બાળકોને ટેકનોલોજી અને સંસ્કૃતિના સમન્વય સાથે અંગ્રેજી અને ગુજરાતી, એમ બંને માધ્યમમાં પાયાનું શિક્ષણ આપવામાં આવશે. હાલના સ્પર્ધાત્મક સમયની જરૂરિયાત મુજબ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને 1 સ્પેશ્યલ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ કોર્સમાં ભાગવત ગીતા, વેલ્યુ એજ્યુકેશન, સ્પોકન ઈંગ્લીશ, યોગા, પર્સનાલિટી ડેવલપમેન્ટ તથા મોટર સ્કિલ ડેવલપમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંચાલક હિના આડેસરાએ જણાવ્યું હતું કે, આજના માતાપિતા ઈચ્છે છે કે તેમનું બાળક સ્માર્ટ પણ બને અને સંસ્કારી પણ. આ સાથે બાળકને એવું વાતાવરણ મળે કે જેમાં તેને સલામતી અને હૂંફનો અહેસાસ થાય. વાલીઓની આ જ અપેક્ષાઓને પૂરી કરવા માટે I.C.U.T.E. પ્રિસ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રિસ્કૂલમાં બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા 24x7 CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંપૂર્ણ A.C. ક્લાસરૂમ અને અદ્યતન લર્નિંગ મટીરીયલ સાથે ખૂબ જ વ્યાજબી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં આવશે. જે માતા-પિતા નોકરી વ્યવસાય સાથે જોડાયેલા છે, તેવા વર્કિંગ પેરેન્ટ્સના અનુકૂળ સમય મુજબ સંકુલમાં ડે-કેર સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ઈવનિંગ બેચમાં હોબી-સેન્ટરનો પણ પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શહેરના વાલીઓને આ આધુનિક પ્રિસ્કૂલની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.