મેક યુઝર્સ માટે ગૂગલ જેમીની વધુ સ્માર્ટ બન્યું!
- મૌખિક કમાન્ડથી જ સાઈટ ખોલવા અને ટાઈપિંગ કામ!
- ફોર્મ ભરવા અને સેટઅપ તૈયાર કરવામાં જેમીની મદદ!
- વારંવાર મેન્યુમાં નેવિગેટ કરવાની ઝંઝટ હવે ઓછી!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ગૂગલે તેના એઆઈ આસિસ્ટન્ટ જેમીનીને વધુ સ્માર્ટ બનાવતા એપલ મેક સિરિઝના કોમ્પ્યુટર અને લેપટોપના યુઝર્સ માત્ર જવાબ મેળવવા પૂરતા સીમિત ન રહેતા મૌખિક કમાન્ડ દ્વારા કોમ્પ્યુટરના સંચાલનમાં પણ તેની મદદ લઈ શકશે.
નવા અપડેટ મોડેલ મુજબ યુઝર્સે માત્ર મૌખિક કમાન્ડ આપવાનો રહેશે, જેના આધારે જેમીની વેબસાઈટ ખોલવી, ટાઈપ કરવું તેમજ ફોર્મ ભરવા સહિતના અનેક કાર્યો કરી આપશે.
આ સુવિધાથી યુઝર્સને વારંવાર મેન્યુમાં નેવિગેટ કરવાની જરૂર રહેશે નહીં અને કામગીરી વધુ ઝડપી તથા સરળ બનશે.
ગૂગલના જણાવ્યા મુજબ મેક એપ મારફત ડેસ્ક સોફટવેર, વેબસાઈટ અને કોમ્પ્યુટરમાં સેવ થયેલી ફાઈલ્સ એસેસ કરીને યુઝરના કમાન્ડ અનુસાર કાર્ય કરવામાં આવશે.
આ ઉપરાંત જેમીની યુઝરના નિર્દેશ મુજબ અલગ-અલગ સેટઅપ પણ તૈયાર કરી આપશે, જેનાથી ડેસ્કટોપ અને લેપટોપ પર રોજિંદી કામગીરી વધુ વ્યવસ્થિત બનશે.
વોઈસ કમાન્ડ, મેક વર્કફ્લો અને એઆઈ ઓટોમેશન
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટન્ટ્સ માત્ર માહિતી આપવાને બદલે સીધી એપ અને ફાઈલ કામગીરીમાં જોડાતા ડિજિટલ કાર્યપદ્ધતિમાં ઝડપી બદલાવ આવી રહ્યો છે. જોકે મૌખિક આદેશ આધારિત ઓટોમેશનમાં ડેટા સુરક્ષા, પરવાનગી નિયંત્રણ અને ચોકસાઈ પર ધ્યાન રાખવું મહત્વપૂર્ણ બને છે.