Loading Please Wait !!!
100 દિવસ બાદ પણ ચોમાસું સત્ર સમાપ્ત નહીં!

  • 2008 નો 87 દિવસનો જૂનો રેકોર્ડ તૂટી ગયો!
  • લોકસભા બેઠકો 543 થી વધારી 850 કરવાનો પ્રસ્તાવ!
  • ચોમાસુ સત્રમાં 12 નવા બિલમાંથી 11 પસાર!

    સિટી ન્યુઝ @ દિલ્હી 

    સંસદનું ચોમાસુ સત્ર 100 દિવસ બાદ પણ ઔપચારિક રીતે સમાપ્ત થયું નથી, જેણે 2008 માં બનેલા 87 દિવસના અગાઉના રેકોર્ડને તોડી નવો રેકોર્ડ બનાવ્યો છે, કારણ કે 13 ઓગસ્ટે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાયેલી લોકસભા અને રાજ્યસભાનું શનિવાર સવાર સુધી સત્રાવસાન કરાયું નથી.

    સરકાર મહિલા અનામત કાયદો લાગુ કરવા બંધારણીય સુધારા વિધેયક લાવવા વિશેષ અથવા વિસ્તૃત બેઠક બોલાવવાની વિચારણા કરી રહી છે, જેમાં સીમાંકન દ્વારા લોકસભાની 543 બેઠકો વધારી મહત્તમ 850 કરવા અને દરેક રાજ્યમાં 50 ટકા બેઠકો વધારવા સહિતના વિકલ્પો પર ચર્ચા છે, જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે 25 વર્ષ સુધી બેઠકો 543 પર સ્થિર રાખવા અને સર્વદળીય બેઠક બોલાવવા માગ કરી છે.

    હાલના સત્રને લંબાવવા ઓછામાં ઓછા બે દિવસની અને નવા સત્ર માટે 14 દિવસ પહેલા નોટિસ જરૂરી હોવાથી શિયાળુ સત્ર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના વચ્ચે અટકળો તેજ બની છે.

    ચોમાસુ સત્રમાં 19 બેઠકોમાં નિર્ધારિત 114 કલાક સામે લોકસભામાં માત્ર 17 કલાક 30 મિનિટ અને રાજ્યસભામાં 37 કલાક 24 મિનિટ જ કામકાજ થયું હતું.

    2026 ના ચોમાસુ સત્રમાં રજૂ કરાયેલા કુલ 12 નવા બિલમાંથી ટેક્સ, બેંકિંગ, ખનન, કેરળનું નામ બદલવા અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા સહિતના 11 બિલ બંને ગૃહોમાંથી પસાર થઈ ચૂક્યા છે, જ્યારે માત્ર ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થા બિલ બાકી છે.

    સંસદીય પ્રક્રિયા, પરિસીમન ચર્ચા અને કાયદાકીય કામગીરી

    ગૃહને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કર્યા બાદ સત્રાવસાનની સમયમર્યાદા બંધારણમાં નિશ્ચિત ન હોવાથી વિશેષ બેઠક બોલાવવાની વ્યૂહાત્મક શક્યતા રહે છે. મહિલા અનામત અને બેઠકોના સીમાંકન જેવા મહત્વના સુધારા પર સર્વસંમતિ અને સદનના કાર્યકલાકોનો મહત્તમ ઉપયોગ લોકશાહી પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ બને છે.