Loading Please Wait !!!
ગુજરાતને ઔદ્યોગિક પાવરહાઉસ બનાવવાનો માસ્ટર પ્લાન જાહેર

  • ઔદ્યોગિક નીતિ જાહેર : ગ્રીન એનર્જીથી લઈ હેલ્થકેર સુધી ફોકસ
  • ગ્રીન એનર્જી, મોબિલિટી અને હેલ્થકેર જેવા 21 થ્રસ્ટ સેક્ટર્સ પર વિશેષ ધ્યાન; સ્ટાર્ટઅપ્સ અને MSME માટે આકર્ષક પ્રોત્સાહનો
  • એમએસએમઈ માટે તાલુકાની કેટેગરી પ્રમાણે 25 ટકા સુધી સબસિડી: પાવર ટેરિફમાં પણ મોટી રાહત

» સ્ટાર્ટઅપ્સ, મહિલા અને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકો માટે લોન અને વ્યાજ સબસિડી સહિતની રાહતો » વર્કફોર્સ માટે 80 ટકા સુધી સબસિડી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર માટે પણ અનેક રાહતો જાહેર

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬ જાહેર કરી છે, જે રાજ્યને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, નવીનતા આધારિત અને ટકાઉ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો માર્ગ પ્રદાન કરે છે. આ નીતિ વિકસિત ગુજરાત સે વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને હાંસલ કરવા માટે વેલ્યુ એડિશન, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ વેલ્યુ ચેન્સ સાથે ઊંડા જોડાણ પર ભાર મૂકે છે. નીતિ હેઠળ ૨૧ થ્રસ્ટ સેક્ટર્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. આમાં ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન એમોનિયા, ઈલેક્ટ્રોલાઈઝર, રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ, ઓટો અને ઓટો કોમ્પોનન્ટ્સ, એવિએશન, સ્પેસ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, ટેક્નિકલ ટેક્સટાઈલ, ક્રિટિકલ મિનરલ્સ, કેમિકલ્સ, એગ્રો પ્રોસેસિંગ, બલ્ક ડ્રગ્સ, મેડિકલ ડિવાઈસીસ, સેમિકન્ડક્ટર એન્સિલરી યુનિટ્સ અને ન્યુક્લિયર પાવર ઈક્વિપમેન્ટનો સમાવેશ થાય છે. આ સાથે વ્હીકલ સ્ક્રેપિંગ, ઈ-વેસ્ટ અને ટેક્સટાઈલ વેસ્ટ રિસાયક્લિંગ જેવા સસ્ટેનેબિલિટી સેક્ટર્સને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

સ્ટાર્ટઅપ્સ માટે સસ્ટેનન્સ એલાઉન્સ (૨૫,૦૦૦/મહિના, મહિલા કો-ફાઉન્ડર માટે ૩૦,૦૦૦) અને સીડ સપોર્ટ (૩૦ લાખ સુધી, હાઈ-ટેક માટે ૪૦ લાખ) આપવામાં આવશે. મહિલા ઉદ્યોગસાહસિકો માટે રેન્ટલ આસિસ્ટન્સ (૭૫% સુધી, વાર્ષિક ૩ લાખ સુધી ૫ વર્ષ) અને વધારાના ઇન્ટરેસ્ટ સબસિડીની જોગવાઈ છે. વર્કફોર્સ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ અને લેબર હોસ્ટેલ માટે ૮૦% સુધી (૪૦ કરોડ સુધી) સબસિડી આપવામાં આવશે. R&D સેન્ટર્સ માટે અર્લી બર્ડ ઇન્સેન્ટિવ હેઠળ પ્રથમ ૫ સેન્ટર્સને ૫૦% કેપિટલ સબસિડી (૫૦ કરોડ સુધી) અને પેરોલ સબસિડી (૧૦,૦૦૦ પ્રતિ વ્યક્તિ) મળશે. MSME માટે કેપિટલ સબસિડી ૨૫-૩૫%, ઈન્ટરેસ્ટ સબસિડી ૭% અને પાવર ટેરિફ સબસિડી (૧-૨ પ્રતિ યુનિટ) આપવામાં આવશે. લાર્જ યુનિટ્સ માટે ૧૫-૨૫% અને મેગા/અલ્ટ્રા-મેગા યુનિટ્સ માટે ૨૦-૩૦% સુધીની કેપિટલ સબસિડીની જોગવાઈ છે.

પ્રોજેક્ટ T.H.R.I.V.E.હેઠળ શહેરોમાંથી બહાર ખસેડતા યુનિટ્સને વેજ સપોર્ટ અને કેપિટલ સબસિડી મળશે. પર્યાવરણીય સંરક્ષણ માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ અને વેસ્ટવોટર રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સને ૭૫ કરોડ સુધીની સહાય આપવામાં આવશે. આ નીતિ ગુજરાતને ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને રોજગારી સર્જનના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.