ગુજરાત ગેસે CNGમાં રૂા. 3.75 વધારો કર્યો
- મોંઘવારીનો વધુ એક ડામ; નવો ભાવ 88.76 થયો
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક આર્થિક બોજ ઝીંકાયો છે. ગુજરાત ગેસ કંપનીએ ફરી એકવાર સીધએનજીના ભાવમાં તોતિંગ વધારો ઝીંકીને વાહનચાલકોના ખિસ્સા પર અસર પહોંચાડી છે. કંપની દ્વારા સીઅનજીના પ્રતિ કિલો ભાવમાં રૂ. ૩.૭૫નો સીધો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા સાથે જ હવે ગુજરાત ગેસના સીઅનજીનો નવો ભાવ વધીને રૂ.
આ નવા વધારા બાદ હવે ગ્રાહકોને સીઅનજીનો નવો ભાવ રૂ. ૮૮.૭૬ પ્રતિ કિલો ચુકવવો પડશે. સૌથી ચિંતાજનક વાત એ છે, ગુજરાત ગેસ દ્વારા એક જ મહિનામાં આ બીજીવાર સીઅનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વાહનચાલકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ગુજરાત ગેસ કંપનીએ આ નિર્ણયથી રાજ્યના અંદાજે ૩.૩૪ લાખથી વધુ સીઅનજી વાહનચાલકોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ પડશે. સીઅનજીના ભાવ વધતા ઓટો-રિક્ષા ચાલકો અને નાના માલવાહક વાહન માલિકોને દૈનિક ખર્ચ વધી જશે. પરિણામે, આગામી દિવસોમાં ઓટો-રિક્ષાના ભાડા તેમજ લોકલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાની પૂરતી શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી બચવા માટે જે લોકોએ સીઅનજી વાહનો અપનાવ્યા હતા, તેઓ પણ હવે સસત વધતા ભાવથી પરેશાન થઈ ગયા છે. મોંઘવારીના સમયમાં સલેંગ બીજા વધારાએ સામાન્ય જનતા અને રોજનું કમાઈને રોજ ખાતા રિક્ષાચાલકોની કમર ભાંગી નાખી છે.