Loading Please Wait !!!
ગુજરાતમાં 69.36% વરસાદ; નવરાત્રિ સુધી આગાહી

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કચ્છ અને દ્વારકામાં અછતની સ્થિતિ

સૌરાષ્ટ્રમાં 54.47% | ઉત્તર ગુજરાતમાં 51.16% | દ.ગુજરાતમાં 95.74% | કચ્છમાં 29.05%

સિટી ન્યૂઝ@અમદાવાદ

રાજ્યમાં જુલાઈના છેલ્લા સપ્તાહ દરમિયાન અનેક સ્થળે પડેલા ભારેથી અતિભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યની જીવાદोरी ગણાતા નર્મદા ડેમ સહિત અનેક જળાશયોમાં પાણીની નવી આવક થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઓછો વરસાદ હોવાને કારણે

પાણીની તંગીની સંભાવના વર્તાઈ રહી છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં હાલ કુલ સંગ્રહ ક્ષમતાના ૫૮.૯૭ ટકા (૩,૨૮,૬૬૦ mcft) પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. ભારે આવકના પગલે રાજ્યના ૩૪ ડેમ હાઈ એલર્ટ, ૮ ડેમ એલર્ટ અને ૧૦ ડેમ વોર્નિંગના તબક્કે છે. સાર્વત્રિક વરસાદ હોવા છતાં ૭૫ જળાશય એટલે કે, ૩૬.૮૯ ટકા ડેમ ૨૫ ટકાથી પણ ઓછા ભરાયેલા છે.

  • 38 તાલુકામાં 100% વરસાદ
  • 84 તાલુકામાં 50%થી ઓછો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદના અનેક રાઉન્ડ બાદ હવે હવામાનમાં રાહતના સંકેતો જોવા મળી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે કેટલાક જિલ્લાઓ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, ૮ ઓગસ્ટ સુધી રાજ્યમાં ક્યાંય પણ વરસાદની આગાહી નથી.જોકે, સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. રાજ્યમાં વરસાદનું વિતરણ હજુ પણ અસમાન છે. અત્યાર સુધી ૩૮ તાલુકામાં ૧૦૦ ટકા કે તેથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ૮૪ તાલુકામાં હજુ ૫૦ ટકા પણ વરસાદ થયો નથી. જિલ્લાવાર વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ અંદાજે ૯૯ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો અંદાજે ૨ ઈંચ વરસાદ નોંધાયો છે.

206 જળાશયોમાંથી 34 ડેમ હાઈએલર્ટ મોડ ઉપર

મોરબીનો મચ્છુ-૨ અને લાક્ષણી ડેમ, ભાવનગરનો શેત્રુંજી ડેમ, અને સુરેન્દ્રનગરના ધોળીધજા તથા અમરેલીનો ધાતરવડી, બરૂષનો ડોલી, મહિસાગરનો વાણકબોરી, અને મોરબીનો લાક્ષણી ડેમ હાલ ઓવરફ્લો થતાં નદીઓમાં પાણી છોડાઈ રહ્યું છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ ૨૦૨૬ના ઓગસ્ટના પ્રારંભિક દિવસોમાં સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સંગ્રહ ૧૦થી ૧૨ ટકા વધારે જોવા મળ્યો છે. ગયા વર્ષે તા. ૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ૧૦૦ ટકા ભરાયેલા ડેમની સંખ્યા ૨૦

જળાશયોની વર્તમાન સ્થિતિ  
જળ સંગ્રહ ડેમની સંખ્યા
૧૦૦ ટકા સંપૂર્ણ ૨૫
૭૦ ટકાથી ૧૦૦ ટકા ૨૭
૫૦ ટકાથી ૭૦ ટકા ૩૨
૨૫ ટકા થી ૫૦ ટકા ૪૭
૨૫ ટકા થી ઓછું ૭૫

હતી. નર્મદા ડેમમાં જળસંગ્રહ ૯૯ ટકા જેટલો થયો હતો. ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની મબલખ આવક થઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ડેમમાં સતત બે લાખ ક્યુસેકથી વધુ પાણી ઠલવાઈ રહ્યું છે. વધતી જળાશશોને પગલે સિંચાઈ વિભાગે વીજ ઉત્પાદન શરૂ કરી રવિવારથી ડેમનું એક હાઈડ્રો યુનિટ કાર્યરત કર્યું છે, જેમાંથી ૫,૧૫૬ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તાપી નદી પર આવેલા પ્રકાશા બેરેજની સપાટી પૂર્ણા ક્ષમતા નજીક પહોંચતાં તેના તમામ ૨૨ દરવાજા ખોલીને ૨.૦૧ લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડાયું હતું. રાત્રિ દરમિયાન પણ ડેમમાં આવક જળવાઈ રહી હતી.