દ્વારકામાં વર્ષ જૂના પૂરાવા વિદેશી સિક્કા-કિંમતી અવશેષો મળ્યા
- દ્વારકાના દરિયામાં ચમત્કાર : ચોંકાવનારા પૂરાવા મળ્યા
સિટી ન્યૂઝ@બેટ દ્વારકા : પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા ગુજરાતના ઓખા મંડળ સ્થિત બેટ દ્વારકાના દરિયામાં હાથ ધરાયેલા ઐતિહાસિક ઉત્ખનનમાં ચોંકાવનારા અને ગૌરવશાળી પુરાવા મળી આવ્યા છે.
અંદાજે 2500 વર્ષ જૂના આ અવશેષો સાબિત કરે છે કે, પ્રાચીન દ્વારકા માત્ર એક ધાર્મિક નગરી જ નહીં પરંતુ, રોમન સામ્રાજ્ય અને અન્ય વિદેશી રાષ્ટ્રો સાથે જોડાયેલું એક સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય વેપારી કેન્દ્ર (ટ્રેડ હબ) હતું.
ASIના ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠે 5x5 સ્ક્વેર મીટરની અંદાજે 20 જેટલી ટ્રેન્ચ (ખાઈ)માં ખોદકામ કરવામાં આવ્યું છે. આ સંશોધન દરમિયાન નીચે મુજબના મહત્વના અવશેષો મળ્યા છે.
રોમન કનેક્શન: કિંમતી રોમન ઈન્ટેગ્લિયો, રોમન સિક્કાઓની છાપ અને પ્રવાહી ભરવા માટેના ખાસ પાત્રો જેને `એમ્ફોરા' કહેવામાં આવે છે, તે મળી આવ્યા છે.
વિદેશી વાસણો: ટોરપીડો જાર અને વિદેશી બનાવટના માટીના વાસણોના ટુકડા (પોટશર્ડ્સ) પ્રાપ્ત થયા છે.
અન્ય વસ્તુઓ: કાચના મણકા, શંખની બંગડીઓ, લોખંડની વસ્તુઓ અને પથ્થરના લંગર (સ્ટોન એન્કર્સ) પણ મળી આવ્યા છે.
દેશમાં પ્રથમવાર 5 અન્ડરવોટર આર્કિયોલોજિસ્ટની વિશેષ વિંગ 20 મીટરની ઊંડાઈએ કામ કરી રહી છે. દેશમાં પ્રથમવાર 5 અન્ડરવોટર આર્કિયોલોજિસ્ટની વિશેષ વિંગ 20 મીટરની ઊંડાઈએ કામ કરી રહી છે.
| શ્રેણી | મળેલી વસ્તુઓ |
| રોમન જોડાણ | રોમન એમ્ફોરા (પ્રવાહી ભરવા માટેના વિશિષ્ટ પાત્રો), રોમન સિક્કા અને કિંમતી રોમન ઇન્ટેગ્લિયો |
| વિદેશી વ્યાપાર | ટોરપીડો જાર (લાંબા નળાકાર પાત્રો), વિદેશી પોટશર્ડ્સ (માટીના વાસણોના ટુકડા) |
| પ્રાચીન ઉદ્યોગ | કાચના મણકા (બીડ મેકિંગ), શંખની બંગડીઓ અને લોખંડ-તાંબાના અવશેષો |
| સમુદ્રી માર્ગ | પથ્થરના લંગર (સ્ટોન એન્કર્સ) |