Loading Please Wait !!!
5 વર્ષની મહેનત બાદ ડૉક્ટર સ્તુતિ વૈદ્ય બન્યા ડેન્ટલ સર્જન

  • `સ્ત્રી નિકેતન એવોર્ડ' થી સન્માનિત, હવે MDS ના અભ્યાસની શરૂઆત

સિટી ન્યૂઝ@રાજકોટ : વર્ષોની સખત મહેનત અને અડગ મનોબળ સાથે પાંચ વર્ષનો ડેન્ટલ સર્જરીનો અભ્યાસ પૂર્ણ કરીને ડૉ. સ્તુતિ આશિષભાઈ વૈદ્યએ ડૉક્ટર તરીકેની ગૌરવપૂર્ણ ઉપાધિ પ્રાપ્ત કરી છે. સમાજમાં દાંતના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાના સંકલ્પ સાથે તેમણે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS) ની ડિગ્રી હાંસલ કરી છે. તેમની આ શૈક્ષણિક સફળતા પરિવાર અને સમાજ માટે પણ ગૌરવનું પ્રતીક છે. તેમની પ્રતિભા અને સમાજ પ્રત્યેના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને તેમને 'સ્ત્રી નિકેતન એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે, જે તેમની શ્રેષ્ઠતાની સાબિતી આપે છે. 

માત્ર ડિગ્રી મેળવીને અટકી જવાને બદલે, ડૉ. સ્તુતિ હવે આ ક્ષેત્રમાં વધુ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવા માટે માસ્ટર્સ (MDS) ના ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધી રહ્યા છે. શિક્ષણ પ્રત્યેની તેમની આ ધગશ દર્શાવે છે કે તેઓ ડેન્ટલ સાયન્સમાં નિષ્ણાત બનીને સમાજને વધુ સારી તબીબી સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે.