Loading Please Wait !!!
દારૂની બોટલ લાવો 100 રૂપિયા લો ઓફરથી કોંગ્રેસ નેતાની અટકાયત

સિટી ન્યૂઝ@વડોદરા

વડોદરા શહેરના વોર્ડ નંબર-15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષીને દારૂના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તેમના સમર્થક સ્વેજલ વ્યાસે પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમની જાહેરાત કરી છે. આશિષ જોષીના જન્મદિવસ નિમિત્તે ખાસ જાહેર ઓફર જાહેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના તમામ બુટલેગર તેમજ નાગરિકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાહેર કરાયેલા સંદેશામાં જણાવાયું છે કે, ખોટા દારૂના કેસ ઊભા થાય છે, ત્યાં હવે દારૂની ખાલી બોટલ પણ સત્ય બોલશે.

આજે રોજ સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન ઝાંસી રાણી સર્કલ ખાતે બૂટલેગરો અને લોકોને ખાલી દારૂની બોટલ લઈને આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. દરેક ખાલી બોટલ બદલ 100 આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ ગોરવા પોલીસે કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસની અટકાયત કરી હતી. જેથી કોંગ્રેસ કેન્સલ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, આજે અમારા મોટાભાઈ આશિષભાઈ જોશીનો જન્મદિવસ છે. તેમના પર સંખેડા પોલીસ સ્ટેશનમાં દારૂ મંગાવવાની કે તેની હેરાફેરી કરવાની ખોટી ફરિયાદો નોંધવામાં આવી હતી. જે અંતર્ગત મેં જાહેરાત કરી હતી કે, વડોદરા શહેરમાં ઝાંસી રાણી સર્કલ પાસે જે પણ વ્યક્તિ દારૂની ખાલી બોટલ લઈને આવશે, તેને હું 100 આપીશ. હું આ માટે પૈસા લઈને જ નીકળ્યો હતો, પરંતુ આ પ્રોગ્રામ શરૂ થાય તે પહેલા જ વડોદરા પોલીસ દ્વારા અચાનક મારી અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બીજા જિલ્લા કે, બીજા પોલીસ સ્ટેશનની છે. તો તેનાથી વડોદરા શહેરની પોલીસનું નામ કેમ ખરાબ થાય? અમે વડોદરા શહેરની પોલીસની રિસ્પેક્ટ કરીએ છીએ. પરંતુ, જે અધિકારીઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીના હાથો બનવા માટે અગ્રેસર રહે છે.

નવાગામમાં પોલીસનો મોબાઈલ લૂંટી નાસી છૂટેલો ટકો ઝડપાયો

રાજકોટના નવાગામમાં કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી મોબાઈલની લૂંટ કરી નાસી છૂટેલા કુખ્યાત શખ્સ સંજય ઉર્ફે ટકાને કુવાડવા રોડ પોલીસે દબોચી લીધા બાદ આકરી સરભરા કરી ભાંભરણા નખાવી દીધા હતા આ અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  

રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથકના કોન્સ્ટેબલ વિશાલભાઈ વઘાસીયાએ સંજય ઉર્ફે ટકો રોજાસરા અને દિપક પલારીયા સામે ગત 13 તારીખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગઈ તા.12ની રાતે 12 વાગ્યાથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ફાળવેલ 112 જન રક્ષક બેડી ગામ ખાતે નોકરી પર હતા ત્યારે કંટ્રોલ તરફથી કોલ આવેલ જેમા દીપકભાઇએ કોલ કરેલ જે કોલ પ્રોપર્ટી ઓફેન્સીસનો હોવાનુ જણાવેલ જેથી કોલ મળતાની સાથે  રવાના થયેલ અને ત્યાં પહોંચી કોલ કરનાર દિપકભાઈને મળી નામ પુછતા પોતાનુ નામ દિપક ઉર્ફે ભુરો પલારીયા હોવાનુ જણાવેલ હતું. તેઓને કોલ બાબતે પુછવા જતા તેઓએ કહેલ કે, તમે કેમ મોડા આવેલ જેથી જણાવેલ કે, અમને કોલ મળતા તુરંત આવેલ છીએ, તેમ વાત ચાલુ હતી તે દરમ્યાન સંજય ઉર્ફે ટકો રોજાસરાએ આવી  બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો જેથી આ સંજયને માથાકુટ કરવાની ના પાડતા તે  વધુ ઝપાઝપી કરી ગાળો આપવા લાગેલ અને ફરીયાદી પાસે રહેલ 40 હજારનો આઇફોન મોબાઇલ લુંટીને કોલ કરનાર દિપક સાથે પોતાનુ એકસેસ લઇને ભાગી ગયા હતા.