Loading Please Wait !!!
બ્લિંકિટ-સ્વીગી-ડિમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

  • રિટેલ અને ઓનલાઈન પ્લેટફોર્મે લિમિટ નક્કી કરી
  • 30 દિવસમાં 35% મોંઘી થઈ ખાંડ

સિટી ન્યૂઝ@રાજકોટ

બ્લિંકિટ, ઝેપ્ટો જેવી ક્વિક-કોમર્સ એપ્સ પરથી હવે ગ્રાહકો એક વખતમાં ૨ થી ૫ કિલો સુધી જ ખાંડ ખરીદી શકશે. દેશમાં તહેવારોની સિઝન શરૂ થવાના બરાબર પહેલાં ખાંડનો પુરવઠો ઘટવા અને કિંમતોમાં અચાનક આવેલા ઉછાળા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના વિભાગ અનુસાર, ૨૭ ઓગસ્ટે દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત ૫૫,૦૫ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. માત્ર એક મહિના પહેલા ૨૬ જુલાઈએ તે ૪૮ રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે ૩૦ દિવસમાં ખાંડ ૩૫.૫% મોંઘી થઈ છે.

ઓફલાઈન બજારમાં ડિમાર્ટ અને રિલાયન્સ રિટેલ જેવા સુપરમાર્કેટ્સ દ્વારા પ્રતિ ગ્રાહક ૨ થી ૩ કિલો ખાંડ ખરીદવાની લિમિટ નક્કી કરવામાં આવી છે. મુખ્ય ખાંડ બ્રાન્ડ્સના એક સિનિયર એક્ટિવ્ઝ્યુટિવના મતે, રિટેલર્સ આ પગલુંં સંગ્રહોરી રોકવા અને દરેક ગ્રાહકને સ્ટોક પૂરો પાડવા માટે લઈ રહ્યા છે. જથ્થાબંધ બજારમાં પણ ખાંડના ભાવ ૪૫ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૬૦.૩૬ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. પીએાઈબીના આંકડા મુજબ, ૨૦ જુલાઈથી ૨૦ ઓગસ્ટની વચ્ચે જ ખાંડના ભાવ ૧૧% સુધી વધી ગયા હતા, જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વધુ તેજ બન્યા.રક્ષાબંધન અને આવનારા ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન મીઠાઈઓ અને ખાંડમાં બનતી વાનગીઓની માંગ ઘણી વધી જાય છે. આવા સમયે ખાંડની કિંમતોમાં પ્રતિ કિલો ૧૭ રૂપિયા કિલો સુધીના વધારાથી સામાન્ય પરિવારોના મહિનાના રાશનના બજેટ પર સીધી અસર થશે. ખાંડના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે ૧૦ લાખ ટન ખાંડની આયાતના મંજૂરી આપી દીધી છે.આ સાથે જ વધુ ખાંડ ખરીદનારા મોટા ગ્રાહકો માટે સ્ટોકની લિમિટ પણ નક્કી કરી દેવામાં આવી છે.

કઈ એપ/સ્ટોર પર કેટલી લિમિટ?

  • બ્લિંકિટ: ૭ વારમાં વધુમાં વધુ ૫ કિલો

  • સ્વીગી ઇન્સ્ટામાર્ટ: ૧-૧ કિલોના ૨ પૅકેટ અથવા ૫ કિલોનું ૧ પૅક

  • બિગ બાસ્કેટ: વધુમાં વધુ ૬ કિલો (અલગ-અલગ બ્રાન્ડ્સ)

  • ડીમાર્ટ / રિલાયન્સ: ૨ થી ૩ કિલો પ્રતિ ગ્રાહક

  • જથ્થાબંધ બજારમાં પણ ૩૪% મોંઘી થઈ ખાંડ