Loading Please Wait !!!
ભાવનગર ભાજપમાં 'નો-રિપીટ'નો સપાટો: બે પૂર્વ મેયર સહિત અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ, જુઓ 47 ઉમેદવારોનું લિસ્ટ!

  • વોર્ડ-1 માં પાયલ પંચાલ અને વોર્ડ-7 માં દક્ષા ભટ્ટ મેદાનમાં – માત્ર 7 જૂના જોગીઓને જ ફરી મળી તક
  • પૂર્વ મેયર ભરત બારડ અને કીર્તિ દાણીધારીયા આઉટ – 5 વોર્ડમાં હજુ પણ સસ્પેન્સ યથાવત
  • 13 વોર્ડના 47 ઉમેદવારો જાહેર – ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાવનાબેન ત્રિવેદી સહિત 7 ઉમેદવારો રિપીટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના રણમેદાનમાં ભાજપે ભાવનગર મહાનગરપાલિકા માટે પોતાની સેના તૈયાર કરી લીધી છે. 10 એપ્રિલની મોડી રાત્રે જાહેર થયેલી યાદીમાં ભાજપે 'પેઢી પરિવર્તન' નો સ્પષ્ટ સંકેત આપતા અનેક જૂના જોગીઓની રજા કરી દીધી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પક્ષે પૂર્વ મેયર ભરત બારડ અને કીર્તિ દાણીધારીયા જેવા વગદાર નેતાઓની ટિકિટ કાપી નાખી છે. આ નિર્ણય પાછળ ગઈકાલે કાર્યાલયમાં થયેલી ઝપાઝપી અને આંતરિક જૂથબંધી જવાબદાર હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

કુલ 13 વોર્ડ પૈકી 47 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાંથી માત્ર 7 જૂના કોર્પોરેટરોને જ પક્ષે રિપીટ કર્યા છે. આ યાદીમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનો ધીરુ ધામેલીયા, યુવરાજસિંહ અને પંકજસિંહ ગોહિલ જેવા મહારથીઓની બાદબાકી થતા શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વોર્ડ-1 માં પાયલ પંચાલ અને વોર્ડ-7 માં દક્ષા ભટ્ટ જેવા નવા ચહેરાઓને તક આપીને ભાજપે મહિલા સશક્તિકરણ અને નવા લોહીને પ્રાધાન્ય આપ્યું છે.

જોકે, હજુ પણ 5 વોર્ડમાં એક-એક ઉમેદવારના નામ બાકી રાખવામાં આવ્યા છે, જે સૂચવે છે કે હજુ પણ કેટલીક બેઠકો પર ખેંચતાણ અથવા વ્યૂહરચના બાકી છે. શહેર પ્રમુખ કુમાર શાહની ટિકિટ કપાતા સંગઠનમાં પણ ચર્ચાઓ તેજ બની છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીએ આ વખતે જે રીતે દિગ્ગજોની બાદબાકી કરી છે, તે જોતા આગામી દિવસોમાં નારાજગીનો સૂર ઉઠે તેવી પણ શક્યતા છે.

ભાવનગરના મતદારો હવે આ નવા ચહેરાઓને કેટલો આવકારે છે તે જોવું રહ્યું. રાજકોટની જેમ જ ભાવનગરમાં પણ ભાજપે 'નો-રિપીટ' થીયરીનો કડક અમલ કરીને એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) ને ખાળવાનો પ્રયાસ કર્યો છે.

  • રિપીટ થયેલા નામો 1 ઉપેન્દ્રસિંહ ચુડાસમા 2 હીરાબેન કુકડીયા 3 વર્ષાબેન ઉનાવા 4 ઉષાબેન ગોહેલ 5 રાજુ રાબડીયા 6 વર્ષાબા પરમાર 7 ભાવનાબેન ત્રિવેદી

  • આ દિગ્ગજોના નામો કપાયા 1. કીર્તિ દાણીધારીયા પૂર્વ મેયર 2. વિલાસ રાઠોડ 3. અમરશી ચુડાસમા 4. લક્ષમણ રાઠોડ 5. સેજલ ગોહેલ 6. નીતાબેન બારૈયા 7. રતનબેન વેગડ 8. ગોપાલ મકવાણા 9. ભરત ચુડાસમાં 10. કુમાર શાહ (શહેર પ્રમુખ) 11. મનીષા વાઘેલા 12. યોગીતા ત્રિવેદી 13. દિલીપ જોબનપુત્રા 14. હીરાબેન વિંઝુડા 15. ભાવેશ મોદી 16. ભરત બારડ પૂર્વ મેયર 17. ભારતીબેન બારૈયા 18..મોનાબેન પારેખ, પૂર્વ ડેપ્યુટી મેયર 19. રાજેશ પંડ્યા 20. અશોક બારૈયા 21. શારદાબેન મકવાણા 22. ધીરુ ધામેલીયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન 23. પરેશ પંડ્યા 24. મીનાબેન મકવાણા 25. ઉષાબેન બધેકા, દંડક 26. ભાવનાબેન સોનાણી 27. બુધાભાઇ ગોહેલ, પૂર્વ શાસક પક્ષ નેતા 28. યુવરાજસિંહ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન 29. પંકજસિંહ ગોહિલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન 30. કુલદીપ પંડ્યા 31. મૃદુલાબેન પરમાર