Loading Please Wait !!!
ગુજસીટોકમાં પકડાયેલા છ આંગળી ગેંગના 7 દિવસના રિમાન્ડ મંજુર

સિટી ન્યૂઝ@રાજકોટ

છેલ્લા દસ વર્ષથી કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળી સંચાલિત ગેંગ સામે ગઈકાલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પકડાયેલા 5 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે સૂત્રધાર છ આંગળી હજુ પોલીસ પકડથી દૂર છે આ કેસમાં અલ્તાફ સાથે સંકળાયેલા અન્ય બુટલેગરોના નામો પણ ખુલે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે.  
રાજકોટમાં સંગઠિત ટોળકી રચી ગુનાઓ આચરતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક દસકા ડર્મિટાયન રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં દારૂ તેમજ જુગારના ગુનાઓ તેમજ હત્યા, લૂંટ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા અલ્તાફ ઉર્ફે છ આંગળીની ગેંગ સામે ગઈકાલે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

આ ગેંગના 6 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 46 ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છ આંગળી ગેંગના તૌસીફ ઉર્ફે બાઘો અસીમભાઇ ઉમરેઠીયા, ઇમરાન ગુલાબભાઇ બેલીમ, અશોક ગોવિંદભાઇ સિંધવ,  ભરત માધવજી વાસુર અને ઇકબાલ કરીમભાઇ વડાવરિયાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે તમામ 5 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ 5 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે જયારે સૂત્રધાર અલ્તાફ ઉર્ફે છ આંગળી પોલીસ પકડથી દૂર હોય તેની શોધખોળ યથાવત રાખી છે છ આંગળી પકડાયા બાદ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડતાં મોટા ગજાના બુટલેગરોના નામ ખુલે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે.