100% વેઈટલેસની ફેસબુક એડથી ફસાયા લોકો; 80 કરોડનું કૌભાંડ પકડાયું
- ફિટનેસના નામે ફ્રોડ: 150 યુવતીની ગેંગનું મોટું કૌભાંડ ફૂટ્યું
- સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો
- ફેસબુક પર વજન ઘટાડવાની એડ મૂકીને અને તબીબી જગતના ખોટા પ્રોટોકોલ વાપરીને લોકોને જાળમાં ફસાવતા હતા
સીટી ન્યૂઝ@સુરત
સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને સારા-સારા ટેક્નોક્રેટ્સ પણ ચોંકી જાય. હરિયાણાના ગુરુગ્રામ (ગુરુગાંવ) ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક આલીશાન ઓફિસ ભાડે રાખીને "CUREST SCIENCE & WELLNESS PRIVATE LIMITED" નામે એક સત્તાવાર રજિસ્ટર્ડ કંપની ખોલવામાં આવી હતી. આ કોર્પોરેટ ઓફિસમાં ૧૫૦ થી વધુ યુવક-યુવતીઓથી સજ્જ એક હાઈટેક કોલ સેન્ટર હતું. અહીંથી રોજ હજારો ફોલ્સ દેશભરની માસૂમ મહિલાઓને સંપર્કમાં આવતા હતા. કોલ સેન્ટરની અંદર અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ૧૫૦ જેટલી મહિલા કોલર્સ અને ૨૦ જેટલા પુરુષો સામેલ હતા, જેઓ ફેસબુક પર વજન ઘટાડવાની એડ મૂકીને અને તબીબી જગતના ખોટા પ્રોટોકોલ વાપરીને લોકોને જાળમાં ફસાવતા હતા. સુરતની એક ગૃહિણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સ્ક્રોલ કરી રહી હતી,
ત્યારે તેને વજન ઘટાડવા માટેની એક અત્યંત આકર્ષક અને પ્રોફેશનલ જાહેરાત જોવા મળી હતી. ત્યારબાદ ગેંગે વજન ઉતારવાની લાલચ આપીને ૧.૭૭ કરોડ પડાવી લીધા હતા. જોકે આજે ૩૦ જૂને સુરત પોલીસે ગુરુગ્રામની હાઈટેક ગેંગને ઝડપી લીધી હતી. દેશભરમાં ગુરુગ્રામની કંપનીએ ફેસબુક પર એડ મૂકીને ૮૦ કરોડનું કાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. સુરતની ગૃહિણીએ આ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કર્યું અને પોતાનો નંબર સબમિટ કર્યો. બસ, આ એક જ ક્લિકે તેને આંતરરાજ્ય સાયબર ઠગોની જાળમાં ધકેલી દીધી. કોલ સેન્ટરમાંથી તાત્કાલિક મહિલા એડવાઈઝર્સે વોટ્સએપના માધ્યમથી ગૃહિણીનો સંપર્ક કર્યો અને પોતાની કંપની ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ હોવાનું જણાવી તેની ઓફિશિયલ વેબસાઈટ curestscience.inની વિગતો મોકલી મજબૂત પ્રોજેક્શન આપ્યું. સુરતની મહિલાને વિશ્વાસમાં લેવા માટે કોલ સેન્ટરમાં બેઠેલા અસલાન નામના સાયબર ઠગે પોતાની અવાજ બદલવાની કળા વાપરી. તેણે ગૃહિણી સાથે ક્યારેક દેશના જાણીતા નિષ્ણાત "ડો. એમ. કે. ખન્ના" તો ક્યારેક "ડો. આકાશ મલહોત્રા" બનીને જુદા-જુદા અવાજમાં વાત કરી.
કોલ સેન્ટરની ટેલિકોલર છોકરીઓ હેના (જેણે પોતાનું નામ તન્વી શર્મા બતાવ્યું હતું) અને નિશા કુમારી (જેણે પ્રિયા ગુપ્તા નામ ધારણ કર્યું હતું)એ ગૃહિણીને એવું સમજાવ્યું કે કંપનીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમનું પ્રોપર કન્સલ્ટિંગ કરી રહ્યા છે.
સુરત પોલીસની ખાસ અપીલ: ઓનલાઈન એડથી સાવધ રહો
એડી. સીપી ડો. કરણરાજ સિંહ વાઘેલાએ સુરત સહિત દેશભરની મહિલાઓને ખાસ અનુરોધ કર્યો છે કે, સોશિયલ મીડિયા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ) પર આવતી વજન ઘટાડવાની, સ્લીમિંગ કે ગોરા થવાની આવી કોઈપણ લાગણી જાહેરાતો પર આંધળો વિશ્વાસ ન કરવો. મેડિકલ ટ્રીટમેન્ટ હંમેશા પ્રમાણિત ડોક્ટરની રૂબરૂ મુલાકાત લઈને જ કરવી જોઈએ. જો કોઈ અજાણી વ્યક્તિ ફોન પર મોટી રકમની, અને તેમાં પણ ખાસ કરીને 'રોકડા' રૂપિયાની માંગણી કરે, તો તે ૧૦૦% ફ્રોડ છે. આવી સ્થિતિમાં કર્યા વગર તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો જરૂરી છે.