વરસાદના તાંડવથી ડૂબતું ગુજરાત
- હાઈ એલર્ટ દક્ષિણ ગુજરાત પાણીમાં ગરકાવ
- ઉમરગામ 50 ઇંચ, કપરાડામાં 29, ધરમપુરમાં 25 ઇંચ
- અમદાવાદમાં 8 ઇંચ CM ટ્રાફિકમાં ફસાયા
- PM મોદીએ CM પાસેથી સ્થિતિ જાણી : CM ઇમરજન્સીની બેઠક મંત્રીઓ–સિનિયર IAS અધિકારીઓ મેદાનમાં
- વલસાડમાં પુલ તૂટ્યો : 1200 લોકોનું રેસ્ક્યુ
સિટી ન્યૂઝ@સુરત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારના ૬થી બપોરના ૨ વાગ્યા સુધીમાં ૧૮૨ તાલુકામાં સૌથી વધુ વરસાદ સુરતના ઉપરપાડામાં ૧૩ ઇંચ નોંધાયો છે. તો નવસારીના એરગામમાં ૧૧ ઇંચ, વલસાડના પારડીમાં ૧૧, વલસાડના ઉમરગામમાં ૧૦, ભરુચના નેત્રગામમાં ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં ભારે વરસાદથી પૂર્ણા નદી ગાંધીતૂર બનતા પૂરને લઈને શહેરનો ૩૦ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. વલસાડના ઉમરગામમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬ ઈંચથી વધુ વરસાદથી લોકોને છત પર રહેવાની ફરજ પડી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. સુરત જિલ્લામાં ૩ NDRF અને ૫ SDRF, જ્યારે વલસાડ જિલ્લામાં ૩ NDRF અને ૧ SDRF ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં વલસાડમાં
ગુજરાત-મુંબઈનો રેલ વ્યવહાર ઠપ્પ
સુરતમાં બે મૃતદેહ મળ્યા ખાડીમાં ફરી પૂર
આશરે ૧૨૦૦ લોકોનું રેસ્ક્યુ, જ્યારે સુરત શહેરમાં ૧૫૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કાંઠે ૧૧ ગામમાંથી આશરે ૨૦૦ લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો ઉમરગામ તાલુકામાં છેલ્લા ૨૮ કલાકમાં
અનેક ગામડાઓનો સંપર્ક તૂટ્યો : 300 રસ્તા બંધ
આશરે ૪૩ ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ બચાવ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ૨૩ અને ૨૪ જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં આજે ૧૧ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યમાં ભારે વરસાદની અતિભારે આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ગીર સોમનાથ સહિત સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે.