ડુંગળી, ટમેટા, આદુમાં પણ ભાવ વધ્યા
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
દેશમાં વધતી મોંઘવારી અને ઉદ્યોગોના નફા-નુકસાનની ચર્ચા સામાન્ય રીતે દિલ્હી કે મુંબઈના નજરિયાથી થાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, ઉત્તર અને પશ્ચિમ ભારતના ઔદ્યોગિક બજેટ અને ખાદ્યતેલની મોંઘવારી માપવાનું સાચું પ્રાઇસિંગ મીટર કચ્છનું કંડલા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી અને બદલાયેલા વૈશ્વિક શિપિંગ રૂટ્સ વચ્ચે સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ૫ જૂનના આંકડાઓ અને ૧૧ જૂન સુધીના બજારના ટ્રેન્ડે બજારમાં હડકંપ મચાવ્યો છે.
માત્ર એક જ વર્ષમાં કંડલા ખાતે પામ ઓઈલના લેન્ડિંગ કોસ્ટ અને નિકાસ થતા સોયાબીન ખોળના બેઝ ભાવમાં ૩૦ થી ૭૫ ટકા સુધીનો જંગી ઉછાળો આવ્યો છે, જેની સીધી અસર ગૃહિણીઓના રસોડાથી લઈને પશુપાલકોના બજેટ પર પડવાની શરૂઆત થઈ ચૂકી છે.