Loading Please Wait !!!
સુરતની યુટ્યુબર શિવાનીના બેડરૂમમાં પાવર બેંકમાં બ્લાસ્ટ

 

બેડરૂમમાં આગથી ડાયમંડ-ગોલ્ડન બટન સહિત લાખોનો સામાન બળીને ખાક

સીટી ન્યૂઝ@સુરત

સોશિયલ મીડિયા પર ‘લિટલ ગર્લ્સ’ તરીકે જાણીતી અને લાખો ફોલોઅર્સ ધરાવતી કન્ટેન્ટ ક્રિએટર, યુટ્યુબર શિવાની કપિલાના સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા ઘરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. શિવાનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ ચોંકાવનારી ઘટનાની માહિતી આપી છે. તેના બેડરૂમમાં ચાર્જિંગમાં મુકેલી એક વાયરલેસ પાવર બેંક અચાનક બ્લાસ્ટ થતાં આખા રૂમમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ યુટ્યુબ દ્વારા મળેલા પ્રતિષ્ઠિત ડાયમંડ અને ગોલ્ડન બટન સહિત લાખો રૂપિયાની કિંમતી સામગ્રી બળીને રાખ થઈ ગઈ છે. શિવાનીએ વીડિયોમાં ઘટનાની વિગત આપતા જણાવ્યું કે, તેની સાસુને અચાનક તીવ્ર તાવ આવવાને કારણે તે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા ગઈ હતી. આ દરમિયાન ઘરમાં તેના પિતા હાજર હતા. શિવાની હોસ્પિટલ પહોંચી જ હતી કે તેના પર ફોન આવ્યો કે તેના રૂમમાં આગ લાગી છે. શરૂઆતમાં તેને લાગ્યું કે નાની-મોટી આગ હશે, પરંતુ જ્યારે તે ઘરે પહોંચી ત્યારે બ્રશ્યો જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પાવર બેંકના પ્રચંડ બ્લાસ્ટને કારણે આખો રૂમ લપેટમાં બધું જ નાશ પામ્યું હતું. આ ઘટના સમયે શિવાનીનો વ્હાલો પાલતુ કૂતરો ‘કોકો’ તે જ રૂમમાં બંધ હતો. રૂમમાં એસી ચાલુ હોવાને કારણે તેને ત્યાં રાખવામાં આવ્યો હતો. આગ લાગ્યા બાદ શિવાનીના પિતા અને મેનેજર રાજુએ ત્વરિત પગલાં લીધા હતા અને ડોલ ભરી ભરીને પાણી નાખી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ભયાનક આગ અને ધુમાડાની વચ્ચેથી કોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.