વિદેશી ક્લબ જેવા ફેન્સી ટાસ્ક, લુડો, સાપસીડી ગેમ રમો દારૂ પીવાનો
- સુરતમાં હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હતી
- લુડો, સાપસીડી અને પત્તા જેવી ગેમ રમી કોણે કેટલો દારૂ પીવાનો તે નક્કી થતું હતું
- 8 યુવતીઓ સહિત 14 નબીરાઓ ઝડપાયા હતા
સિટી ન્યૂઝ @ સુરત
સુરતના ડુમસનાં બાપુજીની વાડી સ્થિત જક્ષ વિલા ૧૨- એમાં એક મેકઅપ આર્ટિસ્ટ યુવતીની હાઈપ્રોફાઈલ બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હતી. જેમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઈને પહોંચ્યા હતા. ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું ત્યાંજ પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. વિદેશી ક્લબની જેમ લુડો, સાપસીડી અને પત્તા જેવી ગેમ રમી કોણે કેટલો દારૂ પીવાનો તે નક્કી થતું હતું. દરેક ગેમમાં ટાસ્ક અને રૂલ્સ અલગ અલગ હતા. જપ્ત વિલામાં જપ્ત કરતા ઝડપાયેલા ૮ ગર્લ અને ૧૪ નબીરાઓ ૨૧થી ૨૭ વર્ષની ઉંમરના હતા. તેમાં કોઈ વેપારી, સ્ટુડન્ટ તો કોઈ નોકરિયાત હતા.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ફાર્મહાઉસની બહાર જ મોંઘીદાટ દારૂની સળગાવેલી બોટલો જોવા મળી હતી. તથા ૩૦૦ મીટરે પોલીસ સ્ટેશન અને ૫૦ મીટર અંતરે જ નશા મુક્તિ કેન્દ્ર હોવાથી કાયદો-વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઉભા થયા હતા. એસીપી શ્વેતા ધેનિયલે જણાવ્યું હતું કે, સુલતાનાબાદમાં 'બાપુજીની વાડી' ફાર્મ હાઉસ પર મોડી રાત્રે ૨:૩૦ વાગ્યે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી ૨૨ યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથે ઝડપાયા હતા. ઝડપાયેલામાં ૮ મહિલાઓ અને ૧૪ પુરુષો છે. આ તમામ લોકો વિવિધ સેત્રો સાથે જોડાયેલા છે, જેમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ છે, કેટલાક ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે, તો કેટલાક નોકરી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ફાર્મ હાઉસ કેટલા રૂપિયામાં અને કયા હેતુથી ભાડે આપવામાં આવ્યું હતું તે જાણવા માલિકને બોલાવી તપાસ હાથ ધ્રાઈ છે.
- પોલીસ સ્ટેશન-વ્યસન મુક્તિ કેન્દ્ર નજીક ચાલતી દારૂની મહેફિલ
પોલીસ સ્ટેશનથી માત્ર ૩૦૦ મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી ૫૦ મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થ-ડે પાર્ટીના નામે બિન્દાસ્તપણે દારૂની હાઈ-પ્રોફાઈલ મહેફિલ માણવામાં આવી રહી હતી. જોકે, આ અંગે ડુમસ પોલીસને ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે પાર્ટીમાં દારૂના નશામાં ચૂર તમામ યુવક-યુવતીઓને રંગેહાથ ઝડપી તેમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.
- દારૂ કોણ અને કેટલો પીશે તે નક્કી કરવા ગેમ રમાતી
દારૂની મહેફિલમાં નશો પીરસવા માટે લુડો જેવી ગેમ ગોઠવવામાં આવી હતી. કોણ કેટલો દારૂ પીશે તેનો નિર્ણય ડાઈસ (પાસો) ફેંકીને આવતા નંબરના આધારે કરવામાં આવતો હતો. પાસા પર આવતા અંક મુજબ કોણે ઓછો પેજ (શોર્ડ ફ્રિંક) પીવો અને કોણે વધારે દારૂ પીવો તે આ ગેમ દ્વારા નક્કી થતું હતું.
- ગેમ બોર્ડ પર શોર્ટ ડ્રિંકથી લઈને લેડીઝ ડ્રિંક જેવા નિયમો
આ લુડો બોર્ડ પર એક-એક ડ્રિંક કઈ રીતે અને કોણે લેવાનું છે તેના નિયમો અગાઉથી જ લખેલા હતા. બોર્ડ પર શોર્ટ ડ્રિંક, બે શોર્ટ ફિંકસ, યંગગર્સ ડ્રિંક, એવરીવન ફ્રિંક તેમજ ખાસ કરીને લેડીઝ ડ્રિંક જેવા વિવિધ ટાસ્ક હતા. રમતમાં જે ખાનામાં પાસો પડે તે મુજબ યુવાનો અને યુવતીઓને દારૂ પીવડાવામાં આવી રહ્યો હતો.