Loading Please Wait !!!
જીવન બચાવનારા અંગોની ભારે અછત

ધ લેન્સેટનો રિપોર્ટ : હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતના માત્ર 0.2% જ પૂરા થયા

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

અંગ પ્રત્યારોપણ (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ) ઘણા દર્દીઓ માટે જીવન બચાવવાનો છેલ્લો વિકલ્પ હોય છે. પરંતુ ભારતમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે નવું અંગ મેળવવું આજે પણ ખૂબ જ મુશ્કેલ છે. ધ લેન્સેટના ‘રીજનલ હેલ્થ-સાઉથઈસ્ટ એશિયા’માં પ્રકાશિત અભ્યાસ મુજબ, અંગ પ્રત્યારોપણની સંખ્યાની બાબતમાં દુનિયામાં ત્રીજા સ્થાને હોવા છતાં, ૨૦૨૧ માં ભારતમાં કિડની, લિવર, હાર્ટ અને ફેફસાના પ્રત્યારોપણની કુલ અંદાજિત જરૂરિયાતના માત્ર ૩.૫% જ પૂરા થઈ શક્યા. આમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિ સૌથી ખરાબ રહી, જ્યાં જરૂરિયાતના માત્ર ૦.૨% જ પૂરા થયા. તમિલનાડુ, દિલ્હી-NCR, કેરળ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં દેશની લગભગ ૨૬% વસ્તી છે, પરંતુ અંગ પ્રત્યારોપણ ૮૦% થી ૯૧% થાય છે. હાર્ટ, લિવર અને ફેફસાના ૮૫% થી વધુ પ્રત્યારોપણ આ જ પાંચ રાજ્યોમાં થયા. મૃત વ્યક્તિના અંગદાનની દર સ્પેનની સરખામણીમાં લગભગ ૭૦ ગણો અને અમેરિકાની સરખામણીમાં

પટ ઘણો ઓછો છે. દેશમાં અંગ પ્રત્યારોપણની સુવિધાઓ થોડા જ રાજ્યો સુધી સીમિત છે. તમિલનાડુ, દિલ્હી-NCR, કેરળ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં દેશની લગભગ ૨૬% વસ્તી રહે છે, પરંતુ ૮૦% થી ૯૧% સુધીના તમામ અંગ પ્રત્યારોપણ આ જ વિસ્તારોમાં કરવામાં આવે છે. કિડની પ્રત્યારોપણના મામલે કેરળ સૌથી આગળ રહ્યું. હાર્ટ, લિવર અને ફેફસાના પ્રત્યારોપણમાં પણ ૮૫% થી વધુ પ્રક્રિયાઓ આ જ પાંચ રાજ્યોમાં કેન્દ્રિત રહી.