Loading Please Wait !!!
પ્લેનનું ઈમરજન્સી ટર્બાઇન બહાર લટકતું હતું : ગ્રાઉન્ડ પર જ વોર્નિંગ મળી’તી છતાં ઉડાન કેમ ભરી?

અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટો ખુલાસો

સિટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદ પ્લેનકેશ દુર્ઘટનાના ૪૫ર દિવસ પછી ૨૯ જુલાઈ, બુધવારે સરકારે સંસદમાં ખુલાસો આપ્યો કે એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર પ્લેનની ફ્યુઅલ સ્વિચમાં ખામી નથી. બીજી તરફ પાયલટ સુમિત સભરવાલના પિતાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ૨૮ જુલાઈએ સુનાવણી થઈ.

સિવિલ એવિએશનના સ્ટેટ મિનિસ્ટર મુરલીધર મોહોલે લોકસભામાં કહ્યું, વિમાન કંપનીના એડવાન્સ ટેસ્ટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી. થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હજુ પણ ચાલુ છે. આ એક એવું મોડ્યુલ છે, જે પાયલટ પાસેથી મળતા મેસેજને ઇલેક્ટ્રિક સિગ્નલમાં બદલીને એન્જિનના પાહવરને કંટ્રોલ કરે છે.

એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો - AAIBએ પ્લેન ક્રેશના એક મહિના પછી રિપોર્ટ જાહેર કર્યો હતો. ૧૫ પાનાના આ ડોક્યુમેન્ટમાં ઉડીને આંખે વળગે તેવી વાત નહોતી પણ બે નાના પેરેગ્રાફે વિવાદ ઉભો કર્યો.

રિપોર્ટમાં લખ્યું હતું કે વિમાનના ફ્લાઇટ ડેટા રેકોર્ડર મુજબ, પ્લેનની ઉડાન પહેલાં એન્જિન ચાલુ અને બંધ કરવા માટે એર ફ્યુઅલ કટ ઓફ સ્વિચનો ઉપયોગ થાય છે. આ દુર્ઘટનામાં ટેક-ઓફના થોડા સેકન્ડ પછી જ બંને સ્વિચ કટ ઓફ સ્થિતિમાં જતી રહી હતી. અનાથી એન્જિનોને ઇંધણ મળતું બંધ થઈ ગયું અને તેમનો થ્રસ્ટ ઝડપથી ઘટી ગયો.(AAIBના રિપોર્ટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ ખરાબ હોવાનો ઉલ્લેખ છે)

બીજું, કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં બંને પાયલટ વચ્ચેની ટૂંકી વાતચીત રેકોર્ડ થઈ હતી, જેમાં એક પાયલટ બીજાને પૂછતો સંભળાય છે કે ફ્યુઅલ સ્વિચ કેમ બદલી? બીજો પાયલટ કહે છે, મેં નથી બદલી. આ પછી સવાલ ઊભો થયો કે સ્વિચ કોઈ પાયલટે બદલી હતી કે તેમાં કોઈટેકનિકલ ખામી હતી.

અમદાવાદ પ્લેનકેશ દુર્ઘટનામાં કેપ્ટન પાયલટ સુમિત સભરવાલ અને કો-પાયલટ ક્લાઈવ કૂટેરનાં પણ મોત થયાં. બંને પર માછલાં ધોવાયાં. સુમિત સભરવાલના પિતા દીકસની શાખ બચાવવા સુપ્રીમ પહોંચ્યા છે. તેની અરજી પર ૨૮ જુલાઈ, ૨૦૨૬એ સુપ્રીમમાં સુનાવણી થઈ.

પાયલટ સુમિત સભરવાલના પિતા અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ વતી સુપ્રીમમાં એડવોકેટ ગોપાલ શંકર નારાયણન પણ કેસ લડી રહ્યા છે. તેમણે

સુપ્રીમમાં સુનાવણી દરમિયાન કહ્યું કે, ફ્લાઈટના રેકોર્ડમાં કેટલીક વિસંગતતાઓ છે. ફ્લાઈટ ઉડાન ભરતાં પહેલાં ગ્રાઉન્ડ પર હતી ત્યારે RAT - રેમ એર ટર્બાઇન બહાર હોય છે. આ એક પ્રકારનું જનરેટર છે.

જ્યારે ફ્લાઈટ ટેકઓફ થવાની તૈયારીમાં હોય છે ત્યારે કટોકટીની પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનિક કટ ઓફ, હાઇડ્રલિક કટ ઓફ અથવા થ્રસ્ટ કટ ઓફ હોય ત્યારે ઓટોમેટિક પ્લેનની નીચેના ભાગમાંથી બહાર આવી જાય છે. એર ઈન્ડિયાનું બોઈંગ-૭૭૧ પ્લેન જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઊભું હતું ત્યારે જ RAT - રેમ એર ટર્બાઇન પ્લેનની નીચેના ભાગે લટકતું હતું. આ ઉડાન ભરતાં પહેલાંની વોર્નિંગ સાર્ન હતી.

આ ઘટનામાં પાયલટનો કોઈ વાંક હતો તે વાતનો જ છેદ ઉડી જાય છે, પાયલટનું ફ્રામ એ પછી શરૂ થાય છે. અમેરિકાની ફર્મ છે તેઓ ૧૦ સિમ્યુલેશન ટેસ્ટ કર્યા છે. આપણી સરકારે પણ વધારે સિમ્યુલેશન ટેસ્ટ કરાવવા જોઈએ. તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, DGCA, AAIB અને બીજી તપાસ એજન્સીઓ મળીને વધી વધારે સિમ્યુલેશન ટેસ્ટ કરાવ્યા છે. જે રેકોર્ડ પર છે જ.

ત્યારે સુપ્રીમ કોર્ટના જજ જોયમાલા બાગચીએ કહ્યું, અમેરિકાની ફર્મ જે સિમ્યુલેશન ટેસ્ટ કરાવ્યા છે તેનો અભ્યાસ AAIB- એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ કરવો જોઈએ અને પોતાનો અભિપ્રાય આપવો જોઈએ કે વિદેશની ફર્મ જે ટેસ્ટ કરાવ્યા છે તે બરાબર છે કે નહીં. એ પછી સુપ્રીમમાં ફાઈનાલ રિપોર્ટ પર દલીલ ચાલી.