Loading Please Wait !!!
માયાભાઈ આહિરના બે ચહેરા: પ્રજાને પ્રશ્નો પૂછવાનો અધિકાર નથી!

  • લોકશાહીમાં સવાલ પૂછવો અધિકાર: માયાભાઈ સામે લોકોમાં રોષ
  • "સરકારને સવાલ પૂછનાર લોકો રેશનીંગના ઘઉં ખાતા હોય: માયાભાઈ"
  • માયાભાઈ આહિરને કિર્તીદાન ગઢવીએ પણ સાથ પૂરાવ્યો
  • ડાયરામાં કહ્યું; અમુક લોકો સરકારી કચેરીમાં મોબાઈલ કાઢી વીડિયો ઉતારી બોલે છે ટેક્સના પૈસા અમારા છે તમારા બાપુજી કેમ ટેક્સ ભરતા હોય !

એક વ્યક્તિએ પત્ર લખી માયાભાઈનો વિરોધ કર્યો !

સુરતના એક ડાયરામાં માયાભાઈ આહિરે સરકારી કચેરીઓમાં ચાલતી ગેરરીતિઓનો સોશિયલ મીડિયા પર લાઈવ કરતા જાગૃત નાગરિકોની જે રીતે મજાક ઉડાવી, તે અત્યંત દુઃખદ અને નિરાશાજનક છે.

માયાભાઈ સહિત દરેક લોકપ્રિય કલાકારે યાદ રાખવું જોઈએ કે તેમને આ સ્થાન સુધી કોઈ સરકાર કે સત્તાધીશોએ નહીં, પરંતુ સામાન્ય જનતાએ પહોંચાડ્યા છે. જનતાના પ્રેમ અને આશીર્વાદથી જ તેઓ આજે આટલા મોટા કલાકાર બન્યા છે.

જ્યારે ખેડૂતો લાંબા સમય સુધી પોતાના હક્ક માટે રસ્તા પર હતા, ત્યારે આવા જ કલાકારોમાંથી કેટલાએ ખુલ્લેઆમ ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો? સત્તાને સવાલ પૂછવાનો સમય આવે ત્યારે મૌન અને જાગૃત નાગરિકોને ઉપદેશ આપવાનો સમય આવે ત્યારે વાણી પ્રગટે -- આ દ્વિધોરણ કેમ?

અને હા, સામાન્ય નાગરિક સવારથી રાત સુધી સીધા કે આડકતરા રીતે ટેક્સ જ ચૂકવે છે. પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ, GST, વીજળી, મોબાઈલ, વાહન, મિલકત અને રોજિંદી જરૂરિયાતની અનેક વસ્તુઓ પર ટેક્સ ચૂકવતો નાગરિક જો સરકારી કચેરીમાં ગેરરીતિ દેખાય તો વીડિયો પણ બનાવશે, લાઈવ પણ કરશે અને સવાલ પણ પૂછશે.

સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ જનતાની સેવા માટે છે, જનતા તેમના પર ઉપકાર લેતી નથી. જાહેર નાણાંથી ચાલતી વ્યવસ્થામાં પારદર્શિતા માંગવી દરેક નાગરિકનો બંધારણીય અને લોકશાહી અધિકાર છે.

સામાન્ય લોકો કોઈ મંત્રી કે મોટા ઉદ્યોગપતિઓના આશીર્વાદથી જીવતા નથી. તેઓ પોતાના પરિશ્રમથી કમાય છે અને પોતાના ટેક્સના પૈસે ચાલતી વ્યવસ્થાને જવાબદાર બનાવવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે.

જાગૃત નાગરિકો પ્રશ્નો પૂછતા રહેશે, વીડિયો પણ બનાવતા રહેશે અને સત્ય સામે લાવતા રહેશે. લોકશાહીમાં સવાલ પૂછવો ગુનો નથી, પરંતુ નાગરિકની જવાબદારી છે.

લી. એક જાગૃત નાગરિક

માયાભાઈ પ્રજા જોવો કયા પ્રકારનો ટેક્સ ભરે છે

  • » ઈન્કમ ટેક્સ તમારી આવક પર

  • » કોર્પોરેટ ટેક્સ કંપનીઓના નફા પર

  • » કેપિટલ ગેઈન ટેક્સ પ્રોપર્ટી/શેર વેચાણના નફા પર

  • » પ્રોફેશનલ ટેક્સ કેટલીક રાજ્યોમાં નોકરી/વ્યવસાય પર

આડકતરા ટેક્સ (Indirect Taxes) આ ટેક્સ વસ્તુઓ/સેવા ખરીદતી વખતે આપોઆપ ભરાય છે.

  • » GST (Goods & Services Tax) લગભગ દરેક વસ્તુ અને સર્વિસ પર

  • » એક્સાઈઝ ડ્યૂટી પેટ્રોલ-ડીઝલ જેવી વસ્તુઓ પર

  • » કસ્ટમ ડ્યૂટી વિદેશથી આવતી વસ્તુઓ પર

  • » વેટ ખાસ કરીને ઈંધણ/દારૂ પર (રાજ્ય મુજબ)

રોજિંદા જીવનમાં લાગતા અન્ય ટેક્સ તમે કદાચ ધ્યાન પણ ન આપતા હો, પણ આ પણ ટેક્સ જ છે:

  • » પેટ્રોલ/ડીઝલ પર ભારે ટેક્સ

  • મોબાઈલ રિચાર્જ અને ઈન્ટરનેટ બિલ પર GST

  • » વીજળી બિલમાં ટેક્સ/ડ્યુટી

  • » રેસ્ટોરન્ટ બિલમાં GST

  • » ઘર/જમીન પર પ્રોપર્ટી ટેક્સ

  • » વાહન ખરીદતી વખતે રોડ ટેક્સ

  • » ટોલ ટેક્સ (હાઈવે પર)