Loading Please Wait !!!
મકનબાપા સેવાધામનો અનોખો પ્રયાસ: 25 નિર્બળ દીકરીઓને મળશે નવું જીવન

  • 16 મેના રોજ દેવી-દેવતાઓનું પૂજન કરાશે, 17 મેના રોજ યજ્ઞનું આયોજન

સિટી ન્યૂઝ@રાજકોટ : શ્રી મકનબાપા સેવાધામ ભાયાવદર ખાતે ચાવડા-રાવરાણી પરિવાર દ્વારા આયોજીત શ્રી મકનબાપાના મંદિરની 25મી રજત જયંતી મહોત્સવ નિમિત્તે મા-બાપ વગરની તેમજ આર્થીક રીતે નબળા પરિવારની વાળંદ સમાજની 25 દિકરીઓના સમૂહ લગ્નોત્સવનું ગામ ભાયાવદર, (તાલુકો કુકાવાવ, જિલ્લા અમરેલી) તા. 17-05-2026ના ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય માંગલિક પ્રસંગોમાં આગમી તારીખ 16 મેને શનિવારના રોજ સેવા ધામ ખાતે બિરાજમાન તમામ દેવી દેવતાઓનો પૂજન કરાશે રાત્રિના રાસ ગરબા યોજાશે બપોરે ભોજન પ્રસાદ યોજાશે.

જ્યારે રવિવારના દિવસે મંગળા આરતી, અલ્પાહાર, યજ્ઞ પ્રારંભ શોભાયાત્રા, પૂર્ણાહુતિ, ભોજન પ્રસાદ તથા 25 દીકરીઓના રાજાસી સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાશે. સમૂહ લગ્ન નિમિત્તે બપોરે 3.30જાન આગમન,  4.30 વરઘોડો,  5.00 કન્યા પધરાવાનો સમય, હસ્ત મેળાપ, ભોજન સમારંભ તથા રાત્રિના કન્યા વિદાય યોજાશે. આ  જાજરમાન સમૂહ લગ્ન ઉત્સવ ના ભાગરૂપે ભાગરૂપે 25 દિકરીઓને સમૂહ લગ્નોત્સવ પૂર્વે મકનબાપા સેવા સમિતિના સભ્યો દ્વારા તમામ  દિકરીઓને પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવને ગણતરીના દિવસ આડે રહ્યા છે ત્યારે સમિતિના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.